આપણું ગુજરાત

Surat માં સચિન રેલવે સ્ટેશન પર યુવકોને રિલ બનાવવી મોંધી પડી, પોલીસ સમક્ષ માફી માંગી

સુરત: સોશિયલ મીડિયાના વધતાં પ્રભાવ વચ્ચે યુવાનોન રિલ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. જોકે, ગુજરાતના સુરતના(Surat)સચિન રેલવે સ્ટેશન પર રિલ બનાવવી યુવકોને મોંધી પડી. જેમાં સચિન રેલવે સ્ટેશન પર ચાર યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રિલ બનાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે ચારે યુવાનોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપી યુવકે પોલીસની સામે કાન પકડીને માફી માંગવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે આવું ફરી નહીં કરે.

એક યુવક વીડિયો શૂટ કરી રહ્યો હતો

સુરતના સચિન રેલવે સ્ટેશનના વાયરલ વીડિયો મુજબ એક યુવક ફૂટ ઓવરબ્રિજ (FOB) પરથી લટકી રહ્યો હતો, જ્યારે તેના ત્રણ સાથી તેને આ સ્ટંટમાં સાથ આપી રહ્યા હતા. આમાંથી એક યુવક વીડિયો શૂટ કરી રહ્યો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તરત જ ચારેય યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન વીડિયો બનાવનાર યુવકે પોલીસની માફી માંગી.

યુવકોએ માફી માંગી

પોલીસે યુવકોને પકડી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. જેની બાદ યુવકોએ સચિન જીઆઈડીસી પોલીસ સામે માફી માગી હતી. તેમજ આવા જોખમી રિલ બનાવનારાને મેસેજ આપતાં કહ્યું કે, અમારા જેવી ભૂલ ન કરશો. તેમજ કાયદો તૂટે અને લોકોના જીવ જોખમમાં મૂકાય તે પ્રકારના વીડિયો બનાવશો નહી.

Also read: ગુજરાતમાં રેલવેના વિકાસ માટે આટલા કરોડની ફાળવણી, 87 સ્ટેશનો અમૃત સ્ટેશન બનશે

પોલીસે યુવાનોને અપીલ કરી

જ્યારે સચિન જીઆઈડીસી પોલીસે યુવાનોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાના પ્રયાસમાં પોતાનો જીવ જોખમમાં ન મૂકો. રેલ્વે જેવી સાર્વજનિક જગ્યાઓ પર આવા સ્ટંટ કરવું માત્ર ગેરકાયદે નથી પરંતુ તમારા જીવન માટે પણ ખતરનાક બની શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button