Jammu Kashmir ના કઠુઆમાં નિવૃત્ત ડીએસપીના ઘરમાં આગ લાગી, છ લોકોના કરૂણ મોત
કઠુઆ : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)કઠુઆમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં બુધવારે કઠુઆના શિવનગર વિસ્તારમાં એક નિવૃત્ત ડીએસપીના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગતાં ઘરની અંદર સૂઈ રહેલા છ લોકોના કરૂણ મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના નિવૃત્ત ડીએસપી અવતાર ક્રિષ્નાના ઘરમાં બની હતી. જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને સૂતેલા લોકોને ભાગવની તક પણ મળી ન હતી.
લોકોના મોત ગૂંગળામણને કારણે થયા
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.જો કે આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકોને રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી અનુભવાઇ રહી. આ લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. મોડી રાત્રે લાગેલી આગના કારણે ઘરમાં સૂતેલા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Also Read – પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંઃ સાત જણને દબોચ્યાં
અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની માંગ
આ દર્દનાક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. મૃતકોના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની માંગ કરી છે.