‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર થતા હંસલ મહેતાએ FFIને ફટકાર લગાવી, X યુઝર્સે પણ નારાજગી વ્યક્ત કરી
મુંબઈ: કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘Laapata Ladies’ ઓસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ ના થઇ શકી. એકેડમી એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરી માટે ‘લાપતા લેડીઝ’ ભારતની ઓફીશીયલ એન્ટ્રી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલી શોર્ટલિસ્ટેડ ફિલ્મની લિસ્ટમાં આ ફિલ્મને સ્થાન ન મળ્યું. આ મામલે દિગ્ગજ દિગ્દર્શક હંસલ મહેતાએ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI)ને ફટકાર લગાવી (Hansal Mehta slams FFI) છે, તેમણે સોશિયલ મીડિયા પર ફિલ્મની પસંદગી અંગે નારજગી વ્યક્ત કરી છે.
ઓસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ કરાયેલી ફિલ્મોની યાદી શેર કરતા હંસલે કટાક્ષભરી ભાષામાં લખ્યું કે, “ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફરી કરી બતાવ્યું છે. દર વર્ષે તેમની પસંદગીની પ્રક્રિયા અને ફિલ્મો પસંદ કરવાની રીત એ જ રહે છે.”
આ સંગીતકારે પણ નારાજગી વ્યક્ત કરી:
હંસલ ઉપરાંત ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજે પણ FFI અંગે નારજગી વ્યક્ત કરી, રિકીએ X પર લખ્યું કે, “લાપતા લેડીઝ એક ખૂબ જ સારી અને મનોરંજક ફિલ્મ છે (મને એ પસંદ પડી હતી), પરંતુ ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ સિરીઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તે એકદમ ખોટી પસંદગી હતી. અપેક્ષા મુજબ, તે બહાર થઇ ગઈ.”
Also read: ‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર, હિન્દી ભાષાની આ ફિલ્મ પાસેથી આશા
તેમણે લખ્યું કે, “આપણને ક્યારે ખ્યાલ આવશે.. દર વર્ષે.. આપણે ખોટી ફિલ્મો પસંદ કરી રહ્યા છીએ. ઘણી બધી ઉત્કૃષ્ટ ફિલ્મો બનેલી છે, અને આપણે દર વર્ષે #InternationalFeatureFilm કેટેગરી જીતી શકીએ છીએ. કમનસીબે, આપણે ‘મેઈનસ્ટ્રીમ બોલિવૂડ’ના બબલમાં રહીએ છીએ, જ્યાં આપણે આપણી જાતને મનોરંજન કરતી ફિલ્મોની બહાર જોઈ શકતા નથી. આપણે ફક્ત એવા ફિલ્મ નિર્માતાઓની ફિલ્મો જોવી જોઈએ જેઓ તેમની કળામાં બાંધછોડ કર્યા વિના કામ કરે છે… ભલે તે ઓછા બજેટની હોય કે મોટા બજેટની હોય, સ્ટાર હોય કે ન હોય.”
સોશિયલ મીડિયા પર રીએક્શન:
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આ નિરાશાજનક છે. જે ફિલ્મ સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવી હતી તે શોર્ટલિસ્ટ પણ ન તહી શકી. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આખા બોર્ડને હટાવી દો અને એવા લોકોને સામેલ કરો જેમને ફિલ્મોની સારી સમજ હોય.” એક એક્સ યુઝરે ટિપ્પણી કરી કે, “ભારતીય ફિલ્મો લાપતા!”