
બેઇજિંગ: સરહદો પર તણાવ ઘટાડવાની દિશામાં પગલા ભર્યા બાદ, ભારત-ચીન સંબંધો સુધારવાના વધુ પ્રયત્ન કરવામાં આવી (India-China Relation) રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Dobhal) ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો થશે, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વિશેષ પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં ચીનનું પ્રતિનિધિત્વ કરશે.
ચીનનું નિવેદન:
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “ચીન બંને નેતાઓ વચ્ચેની સર્વસંમતિને પરિપૂર્ણ કરવા, વાતચીત દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવા, આપણી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવા અને આપણા દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબૂત અને સ્થિર વિકાસની દિશામાં આગળ વધરવા માટે ભારત સાથેના કામ કરવા માટે તૈયાર છે.” ડોભાલ અને વાંગ બંને દેશના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મા રાઉન્ડની મંત્રણા કરશે.
Also read: India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન
15 દિવસમાં બીજી બેઠક:
વર્ષ 2020માં પૂર્વી લદ્દાખમાં બંને દેશોની સેના વચ્ચે અથડામણ બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ ખરડાયા હતાં. બંને દેશના પ્રતિનિધિઓ દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબુત કરવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે. દિલ્હીમાં SR-સ્તરની બેઠકમાં ભારત અને ચીન વચ્ચે સત્તાવાર સ્તરની વાટાઘાટોના એક પખવાડિયાની અંદર આ મંત્રણા થવા જઈ રહી છે.
અગાઉ મંગળવારે ચીને કહ્યું હતું કે તે બંને નેતાઓ વચ્ચે થયેલી મહત્ત્વપૂર્ણ સહમતિને લાગુ કરવા અને પરસ્પર વિશ્વાસ અને વિશ્વાસ વધારવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે.