મહારાષ્ટ્ર

રાજ્યપાલ પર સેના (UBT) નેતાની ટિપ્પણી સામે મહાયુતિનો વિરોધ

નાગપુર: શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે સરકારની રચનામાં રાજ્યપાલની ભૂમિકા અંગે કરેલી ટિપ્પણીનો મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ટ્રેઝરી બેન્ચ તરફથી તીવ્ર પ્રતિભાવ મળ્યો. ભાજપના સભ્ય અતુલ ભાતખળકર અને રાજ્યના પ્રધાનો આશિષ જયસ્વાલ (શિવસેના) અને રાધાકૃષ્ણ વિખે-પાટીલ (ભાજપ)એ ગયા અઠવાડિયે રાજ્ય વિધાનસભાના સંયુક્ત સત્રમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના સંબોધન પર ચર્ચા દરમિયાન જાધવની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.

Also read: ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

વિખે-પાટીલે એવી માગણી કરી હતી કે જાધવે માફી માગવી જોઈએ, જ્યારે ભાતખળકરે કહ્યું હતું કે આ ટિપ્પણીઓ ગૃહના કામકાજમાંથી કાઢી નાખવી જોઈએ. પ્રિસાઇડિંગ ઓફિસરે પાછળથી સરકારની રચનામાં રાજ્યપાલની ભૂમિકા અંગે જાધવ દ્વારા કરવામાં આવેલા સંદર્ભોને કાઢી નાખ્યા હતા. વિપક્ષે રાજ્યમાં મહાયુતિ ગઠબંધનને પૂર્ણ બહુમતી આપતા લોકોના જનાદેશનો સ્વીકાર કરવો જોઈએ, એમ વિખે-પાટીલે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button