સોમનાથ માટે બલિદાન આપનારા હમીરજી ગોહિલની કથા આવશે બૉલીવુડને પડદે!
ઐતિહાસિક ફિલ્મમાં સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સુરજ પંચોલી જોવા મળશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે લગભગ બધા જાણીએ છીએ. સોમનાથનો ઇતિહાસ પણ ઘણો સંઘર્ષમય રહ્યો છે. અનેક વખત આક્રમણો થયા, મંદિરને ભાંગવામાં આવ્યું અને અનેક વીરોએ બલિદાનો આપ્યા છે. ગુજરાતની ઐતિહાસિક કથાને લઈને ઘણી ફિલ્મો બની ચૂકી છે, ત્યારે ફરી એકવખત ગુજરાતની ઐતિહાસિક કથાને લઈને બૉલીવુડ ફિલ્મ બની રહે છે. ચાલો જાણીએ આ ફિલ્મ વિશે….
હમીરજી ગોહિલની છે કથા
આપણ વાંચો: આજથી સોમનાથમાં રાજય સરકારની 11મી ચિંતન શિબીરઃ ત્રણ દિવસ મહત્વની ચર્ચાઓ કરાશે
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી આગામી ઐતિહાસિક ફિલ્મ કેસરી વીરમાં (Kesari Veer) લીડ રોલમાં જોવા મળવાના છે. મળી રહેલા અહેવાલો અનુસાર, આ ફિલ્મ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર આધારિત હશે. આ ફિલ્મમાં આકાંક્ષા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આપણ વાંચો: શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યો ભાવિકોનો મહાસાગર
પ્રિન્સ ધીમાન અને કનુ ચૌહાણ દ્વારા દિગ્દર્શિત, કેસરી વીર ઈસ. 14મી સદીમાં આક્રમણકારોથી મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર હમીરજી ગોહિલ વીરતાની વાતને રજૂ કરશે.
કઈ રીતે કરાયું છે શુટ?
અહેવાલો અનુસાર ઐતિહાસિક કથાની ચોકસાઈને અકબંધ રાખવા માટે કેસરી વીરને ભવ્ય સેટ, ભવ્ય મહેલો અને અધિકૃત રીતે કથાવસ્તુ સાથે ભવ્ય સ્કેલ પર શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની અંદર કલાકારો અનોખા જ રૂપમાં જોવા મળશે, આ પાત્રો તેના યુગ અને કાળની કથાને સચોટ રજૂ કરશે.
આપણ વાંચો: આજથી સોમનાથમાં રાજય સરકારની 11મી ચિંતન શિબીરઃ ત્રણ દિવસ મહત્વની ચર્ચાઓ કરાશે
એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઈસની 14મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે લડ્યા અને તેમના જીવનનું બલિદાન આપનાર અગણિત યોદ્ધાઓની પ્રેરણાદાયી વાર્તાને રજૂ કરશે.”
શું કહેવું છે નિર્માતાનું?
નિર્માતા કનુ ચૌહાણે જણાવ્યું હતું કે કેસરી વીર તેમના માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અંગત રસ સાથેનો પ્રોજેક્ટ છે, આ ઐતિહાસિક કથાવસ્તુને તે હંમેશા જીવંત રાખવા માંગે છે અને આ માટે કથાને તે લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરશે. તેમણે આ ફિલ્મ દ્વારા ઈતિહાસના આ ઓછા જાણીતા પણ મહત્વના પ્રકરણ પર પ્રકાશ પાડવાની ખૂબ જરૂરિયાત હોવા પર ભાર મૂક્યો હતો.