અંબાણી પરિવારની વહુરાણીના પગરખાની કિંમત જાણો છો? સાંભળશો તો ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની વાત હોય ત્યારે તો કોઈ વસ્તુની કિંમત પૂછવાની જ ના હોય એ વાત તો સ્વાભાવિક છે. અંબાણી પરિવારના દરેક સભ્યની આગવી લાઈફસ્ટાઈ છે અને લોકોને એના વિશે જાણવામાં રસ પણ એટલો જ હોય છે, પરંતુ તેમ છતાં આ પરિવારનો નીતા અંબાણી બાદ સિવાય એક સદસ્ય એવો છે કે જે લોકોમાં વધુ લોકપ્રિય છે અને હાલમાં જ આ સભ્ય તેણે પહેરેલા પગરખાંની કિંમતને કારણે ચર્ચામાં આવ્યો છે. આ સદસ્ય બીજું કોઈ નહીં પણ અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ છે.
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ઘનાઢ્ય પરિવારમાં અંબાણી એટલે મુકેશ અંબાણીનો પરિવાર. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ તેની સ્ટાઈલિશ અને વૈભવી લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ પોપ્યુલર છે. હંમેશા મોંઘાદાટ આઉટફિટ, એક્ટ્રેસ જેવી અદાઓને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અવારનવાર અનેક ઈવેન્ટ્સમાં રાધિકા પોતાના લૂકથી લોકોને સરપ્રાઈઝ કરે છે અને ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. હાલમાં જ પ્રાઈમ મિનીસ્ટર મ્યુઝિયમની વિઝિટ દરમિયાન તેણે પોતાના દેસી સ્વેગથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વિઝિટ વખતે રાધિકાએ પીળા કલરનો સલવાર સૂટ પહેર્યો હતો અને મજાની વાત તો એ છે કે સોશિયલ મીડિયા પર તેના ડ્રેસ કરતા પણ સૌથી વધુ ચર્ચા સેન્ડલની થઈ રહી છે.
યલો કલરના પંજાબી સલવાર સૂટમાં રાધિકા મર્ચન્ટ એકદમ સિમ્પલ અને સોબર દેખાઈ રહી હતી. આ સલવાર સૂટ સાથે જ તેમણે 1.88 લાખના સેન્ડલ પહેર્યા હતા અને Hermes બ્રાન્ડના મોંઘાદાટ સેન્ડલ પહેરીને અંબાણી પરિવારની વહુરાણીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી.
રાધિકાએ યલો કલરના સલવાર સૂટ સાથે મેચિંગ યલો કલરના સેન્ડલ પહેર્યા હતા અને આ સેન્ડલ પોપ્યુલર Hermes બ્રાન્ડની છે. જેની કિંમત દરેકને ચોંકાવી દે તેવી છે. સેન્ડલની કિંમત 2253 ડોલર એટલે કે ઈન્ડિયન રૂપિયામાં તેની કિંમત આશરે 1,87,687 રૂપિયા જેટલી થાય છે.
જોકે, આ પહેલી વખત નથી કે રાધિકા મર્ચન્ટે આ રીતે મોંઘાદાટ કોસ્યુમ, બેગ્સ સાથે જોવા મળી હોય. આ પહેલાં મહિનાની શરૂઆતમાં જ યોજાયેલા એક કાર્યક્રમાં તેના લુક પર સૌનું ધ્યાન ગયું હતું, જેમાં તેણે ‘Dolce and Gabbana બ્રાન્ડના કલેક્શનનો 1,48,076 રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેર્યો હતો અને એની સાથે તેણે જે સેન્ડલ પહેરી હતી તેની કિંમત 448 ડોલર એટલે કે 37,199 રૂપિયા જેટલી હોવાની ચર્ચા પણ સાંભળવા મળી હતી.