રાધિકા આપ્ટે હવે આ ફોટોશૂટને લઈ આવી ચર્ચામાં…
આ વર્ષે દિપિકા પાદૂકોણથી લઈને રાધિકા આપ્ટે માતા બની છે, જેમાં અનેક અભિનેત્રી પોતાની મેટરનિટી લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં ગ્લેમરસ ગર્લ રાધિકા આપ્ટે તેના મેટરનિટી ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં આવી છે.
અભિનેત્રી રાધિકા આપ્ટે હાલ માતૃત્વ માણી રહી છે. તેણે તેના બાળક સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે બાળકને સ્તનપાન કરાવતી વખતે વર્ક મીટિંગ કરતી જોવા મળી હતી. હવે રાધિકાએ તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં રાધિકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. રાધિકાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતો બોલ્ડ અને ડીપ નેક ગાઉન પહેરીને પોઝ આપ્યો છે. તેણે ખૂબ જ આકર્ષક ડ્રેસ પહેર્યા છે. રાધિકાએ વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. પોસ્ટની સાથે તેણે જણાવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન વધેલા વજન અને દેખાવમાં ફેરફારને કારણે તે ઘણી ચિંતિત હતી.
આપણ વાંચો: સિક્રેટ વેડિંગ બાદ બોલિવૂડ અભિનેત્રીએ આપ્યું વધુ એક સરપ્રાઇઝ, ફ્લોન્ટ કર્યો બેબી બંપ
શૂટ વિશે વાત કરતાં રાધિકાએ કહ્યું હતું કે મેં બાળકને જન્મ આપતા પહેલા આ ફોટોશૂટ કરાવ્યું હતું. મેં મારી જાતને આટલા વધારે વજન સાથે ક્યારેય જોઈ નહોતી. મારું શરીર સૂજી ગયું હતું. ખૂબ પીડા થતી હતી. મને પૂરતી ઊંઘ નહોતી આવતી. માતા બન્યાને બે અઠવાડિયા પણ નથી થયા અને મારું શરીર અલગ દેખાવા લાગ્યું છે.
આ સિવાય રાધિકાએ કહ્યું કે માતા તરીકે તે હવે નવા પડકારો સ્વીકારી રહી છે. હવે હું આ ફેરફારોમાં માત્ર સુંદરતા જ જોઈ શકું છું અને હું જાણું છું કે હું હંમેશાં આ ફોટાઓને સાચવીને રાખીશ. આ સિવાય રાધિકાએ એમ પણ જણાવ્યું કે તેની પ્રેગ્નન્સી અકસ્માત નહીં પણ આંચકા સમાન હતી.