ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ હમાસના કમાન્ડરે કર્યો સૌથી મોટો દાવો, આપ્યું આ નિવેદન
ગાઝાઃ ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજે હમાસના કમાન્ડર મહમૂદ અલ જહરે એક મિનિટનો વીડિયો જારી કરીને સૌથી મોટો દાવો કર્યો છે. હમાસના કમાન્ડરે આ વીડિયોમાં તેને પૂરી દુનિયામાં પોતાના સંગઠનનું વર્ચસ્વ વધારવાનો દાવો કર્યો છે.
હમાસના કમાન્ડરે વીડિયોમાં દાવો કર્યો છે કે ઈઝરાયલ ફક્ત એક લક્ષ્ય છે. સમગ્ર દુનિયા અમારા કાયદાના દાયરામાં આવશે. 510 મિલિયન ચોરસ કિલોમીટરનું આખું વિશ્વ એક એવી વ્યવસ્થા હેઠળ આવશે, જ્યાં કોઈ અન્યાય અને કોઈ ગુનો થશે નહીં, જેમ કે તમામ આરબ દેશો, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનો સાથે કરવામાં આવી રહ્યું છે.
હમાસ કમાન્ડરના આ વીડિયો પછી જ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું હતું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે હમાસ એક Daesh (આતંકવાદી સંગઠન ISIS) છે અને અમે તેને કચડી નાખીશું. જેમ દુનિયાએ તેનો નાશ કર્યો છે તેમ આપણે પણ કરીશું.
ઈઝરાયલ પર રોકેટ હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયલના નાગરિકોને બંધક બનાવી લીધા છે. ઇઝરાયલના પીએમ અને વિપક્ષી દળોએ સંયુક્ત રીતે હમાસ સામે ‘રાષ્ટ્રીય કટોકટી સરકાર’ની સ્થાપના કરી છે.
હમાસ સંગઠન કોણે બનાવ્યું?
આતંકવાદી સંગઠન હમાસે અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી મોટો હુમલો કર્યો છે. હમાસ શું છે અને તેની શરુઆત ક્યારે થઈ અને એની કમાન કોના હાથમાં છે તમારા મનમાં સવાલ ઊભા થયા હશે. હમાસનું પૂરું નામ હરકત ઉલ મુકાવામા અલ ઈસ્લામિયા છે, જેને ઈસ્લામિક રેઝિમેન્ટ મૂવમેન્ટ છે. 1987માં ગાઝામાં મૌલવી શેખ અહમદ યાસીને હમાસની સ્થાપના કરી હતી, જ્યારે તેનો મુખ્ય ઉદ્દેશ પેલેસ્ટાઈનના મુસ્લિમોને બ્રધરહુડથી દૂર રાખવાની ધમકી આપી હતી. 1988માં ઈઝરાયલના અંત સાથે પેલેસ્ટાઈનમાં ઈસ્લામિક સ્ટેટ શરુ કરવાનો ઉદ્દેશ હતો.
હમાસ પેલેન્સ્ટાઈન આતંકવાદીઓનું ગ્રુપ છે, જ્યારે તેના અનેક રાજકીય કનેક્શન સાથે અનેક લશ્કરી કમાન્ડર જોડાયેલા છે. તેનું મુખ્યાલય ગાઝા પટ્ટીના વિસ્તારમાં છે. હમાસની કમાન ઇસ્માઈલ હનિયેહના હાથમાં છે તથા તેનો પ્રમુખ છે. તે દોહામાં રહે છે અને તેનું કામકાજ સંભાળે છે. આ ઉપરાંત, સલેહ અલ અરૌરી હમાસનો ડેપ્યુટી ચેરમેન છે, જે લેબનોનનું કામ સંભાળે છે.