મનોરંજન

જન્મદિવસે જ ‘જલસા’ના જલસામાં પડ્યું ભંગાણ? એ ફોટાને કારણે ચર્ચાનો દોર શરુ…

ગઈકાલે જ બી-ટાઉનના મેગાસ્ટાર બિગ બીએ પોતાનો જન્મદિવસ ઊજવ્યો પણ એ જન્મદિવસે જ બચ્ચન પરિવારમાં સબ સલામત નહીં હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આવી ચર્ચા ચાલી જ રહી હતી, પરંતુ ગઈ કાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોને કારણે આ ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
જોકે, પરિવાર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ચર્ચા શરૂ થવાનું કારણ બચ્ચન પરિવારની બહુરાની એશ્વર્યા રાય બચ્ચન દ્વારા પોસ્ટ કરવામાં આવેલો ફોટો છે.

વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચને પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઊજવણી કરી હતી અને એશ્વર્યા રાય-બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પોસ્ટ પણ કર્યા છે. એશ્વર્યાએ પોસ્ટ કરેલાં ફોટોમાં આરાધ્યા અને બિગ બી દેખાઈ રહ્યા છે. પરંતુ આ ફોટોએ જ સોશિયલ મીડિયા પર પરિવારમાં ભંગાણ હોવાની ચર્ચાને હવા આપી હતી.

એમાં થયું એવું કે બિગ બીની દિકરી શ્વેતા બચ્ચને પણ પિતાના જન્મદિવસની ઊજવણીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને આ ફોટોમાં બિગ બી, જયા બચ્ચન, નવ્યા, આરાધ્યા અને અગસ્ત્ય દેખાઈ રહ્યા છે. પરંતુ એશ્વર્યા રાય બચ્ચને આ જ ફોટો ક્રોપ કરીને માત્ર બિગ બી અને આરાધ્યાનો જ ફોટો પોસ્ટ કર્યો હતો. પરિણામે એવી ચર્ચા ચાલી રહી છે બચ્ચન પરિવારમાં ભંગાણ છે.

નેટિઝન્સે એશ્વર્યાની આ પોસ્ટ પર રોષ વ્યક્ત કર્યો છે અને એવું કહી રહ્યા છે કે આ રીતે ફોટો ક્રોપ કરીને પોસ્ટ કરવાની જરૂર નથી. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો તમને એમની સાથેનો ફોટો નહોતો પોસ્ટ કરવો તો તમારે બીજો ફોટો પોસ્ટ કરવાની જરૂર હતી. ફોટો ક્રોપ કરવો એ બિલકુલ યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ યોજાયેલા એક ફેશન શોમાં એશ્વર્યા અને નવ્યા બંનેએ ભાગ લીધો હતો અને એ સમયે શ્વેતા અને જયા બચ્ચન બંને ત્યા હાજર હતા. પરંતુ શ્વેતાએ માત્ર નવ્યાના ફોટો પોસ્ટ કર્યા અને એના માટે સ્પેશિયલ પોસ્ટ પણ લખી હતી. નવ્યાએ પણ નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા સાથેના ફોટો પોસ્ટ કર્યા હતા, પણ મામી એશ્વર્યા માટે કોઈ પોસ્ટ શેર કરી નહોતી, જેને કારણે નવ્યાને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

આ બધા હાઈવોલ્ટ ડ્રામાને કારણે જ ‘જલસા’ જલસામાં નથી એવી ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં વેગથી થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button