અમદાવાદઆપણું ગુજરાત

સુરતમાં હીટ એન્ડ રન કેસમાં પોલીસ કોન્સ્ટેબલનું થયું મોત

સુરત: સુરતમાં એક પોલીસકર્મીને અકસ્માત નડ્યો છે. સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું હીટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ થયું છે. જવાન ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યો હોય ત્યારે અકસ્માત નડતાં તેનું મૃત્યુ થયું હતું. અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી તેનું મૃત્યુ થયું હતું.

સચિન GIDC ઓવરબ્રિજ પરની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના સચિન GIDC ઓવરબ્રિજ પર પોલીસ કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો. મૃતક જવાન સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરજ પૂર્ણ કરીને જવાન ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી.

ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા
સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગતરાત્રે આઠ વાગ્યા આસપાસ તેમના ગામ મહુવા જઈ રહ્યા હતા તે દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલની બાઈક પરથી ડિવાઇડર સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો : સુરત કાપોદ્રા વિસ્તારમાં રોમિયોની યુવતીઓએ કરી ધોલાઈ, વીડિયો વાઈરલ…

ટૂંકી સારવારમાં જ મૃત્યુ
આ અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button