આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ખ્યાતિકાંડમાં વધુ એક મોટો ખુલાસોઃ માત્ર 2000 રૂપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવ્યા

3000 પીએમજેએવાય કાર્ડ બનાવ્યા હતા

અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં (Khyati Multispeciality Hospital) ગત મહિને 2 દર્દીના ખોટા ઓપરેશન બાદ થયેલા મોત બાદ હાલ કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય (PMJAY Card) કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. પાત્રતા ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી 1500થી 2000 રૂપિયા લઈને કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. આ મુદ્દે પોલીસે લગભગ છથી વધુ લોકોની ધરપકડ કરી હતી.

કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ. 1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ (Ayushman Card) બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદાજુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મોહમદ ફઝલ, મોહમ અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી

આ રીતે બનાવતાં હતા બોગસ કાર્ડ

આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડાં કરી કાર્ડ બનાવેલા હતા. નિમેષ ડોડીયા અને નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું ઈ-કેવાયસી એપ્રુવ કરવા માટે એન્સર કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખિલ પારેખે ગેરકાયદે રીતે યુઝર આઈડી બનાવી આપ્યું હતું. જે પેટે તે માસિક 8 થી 10 હજાર રૂપિયા લેતો હતો.

3000 બોગસ કાર્ડ બનાવ્યા

ચિરાગ રાજપૂત નામ આપતો તેની ગણતરીની મિનોટમાં કાર્ડ બની જતું હતું. આ માટે આરોપીએ નામ સરખા હોય તેની સાથે ચેડાં કરી કાર્ડ બનાવતા હતા. નિમેશ અશફાક સહિતના આરોપીઓ કૌભાંડ આચરતા હતા. અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ પીએમજેએવાય કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. નકલી પીએમજેએવાય કાર્ડનો માત્ર અમદાવાદમાં જ ઉપયોગ થયો કે ગુજરાત, દેશમાં તેની ટેકનિકલ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button