ઇન્ટરનેશનલસ્પોર્ટસ

હવે પાકિસ્તાનને મળી ગયો બુમરાહ, જોઈ લો Viral Video

ભારતીય સુપરફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુનિયાના શ્રેષ્ઠ બોલરમાંથી એક છે. બુમરાહના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં ચાહકો છે. ઘણા મહત્વાકાંક્ષી ક્રિકેટરો બુમરાહને પોતાનો આદર્શ માને છે. ત્યારે પાકિસ્તાનમાં દસ વર્ષના બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં રહેતો એનો એક નાનકડો ચાહક અદલોઅદલ બુમરાહ જેવી બોલિંગ ફેંકે છે, જેનો વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

https://twitter.com/DeafMango/status/1867887860424249388

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમે છે. ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ દિવસોમાં પોતાની બોલિંગને કારણે ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં તમે બુમરાહની બોલિંગનો જાદુ તો જોયો જ હશે. આ જોઈને તમે વિચારતા હશો કે ભવિષ્યમાં કદાચ જ કોઈ એવો આવશે જે બુમરાહ જેવો બોલ ફેંકી શકે.
જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમે બિલકુલ ખોટા છો કારણ કે પાકિસ્તાનની ધરતી પર જસપ્રિત બુમરાહ જેવી બોલિંગ કરનાર બાળકનો જન્મ થયો છે, જે તેના જસપ્રિત બુમરાહની જેમ જ બોલિંગ કરે છે. તેના રનઅપથી લઈને તેની બોલિંગ એક્શન સુધી બધું જ સરખું છે.

મિત્રો સાથે ક્રિકેટ રમતી વખતે આ બાળક બુમરાહની જેમ બોલિંગ કરતો અને બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી નાખતો જોવા મળે છે. તેમ જ નેટપ્રેક્ટિસ દરમિયાન બુમરાહની જેમ જ શાર્પ બોલિંગ કરે છે. આ બાળકની બોલિંગ સેમ ટુ સેમ આપણા બુમરાહ જેવી જ છે. આટલી નાની ઉંમરથી જ તેનું રમત પ્રત્યે ડેડિકેશન કાબિલે દાદ છે. એ રમતની એક એક ક્ષણ એન્જોય કરતો જોવા મળે છે.

https://twitter.com/DeafMango/status/1867888771628511234

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ પણ આ દસેક વર્ષના બાળકની ગેમથી પ્રભાવિત થયા છે. ભવિષ્યમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ પણ ક્રિકેટના મેદાન પર પોતાની છાપ છોડતું જોવા મળશે, પણ આ માટે તેણે થોડા વર્ષ રાહ જોવી પડશે, કારણ કે હાલમાં આ બાળક નાનો છે.

Also read: આકાશ-બુમરાહે ફૉલો-ઑનથી બચાવ્યા: બૅડ લાઈટને લીધે રમત અટકી, ભારતના નવ વિકેટે 252

નોંધનીય છે કે ભારત હાલમાં ઑસ્ટ્રેલિયા ખાતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા ગયું છે. હાલમાં બ્રિસ્બેનના ધ ગાબા ખાતે 5-મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમેચ ચાલી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ છે, પરંતુ જસપ્રીત બુમરાહે પોતાની આક્રમક બોલિંગથી છાપ છોડી રહ્યો છે. તેણે જ ભારતને ફોલોઓન નિવારવામાં મદદ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button