ગુજરાતમાં IPS પછી TDOનો વારો: 26 તાલુકા વિકાસ અધિકારીની કરી બદલી
Gandhinagar ગુજરાતમાં હાલ બદલીનો (TDO Transfer in Gujarat) દૌર ચાલી રહ્યો છે. ગત સપ્તાહે આઈપીએસની (IPS Transfer) બદલી કરવામાં આવી હતી. મંગળવારે 26 તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ની બદલી કરવામાં આવી હતી. જ્યોતિબેન દેસાઈની ચીટનીશ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગરથી મહુધા, જયકુમરા ભરતભાઈ ચૌધરીની વિરપુરથી ડીસા, ચિંતનકુમાર પટેલની ડીસાથી ભિલોડા, ભાવસિંહ પરમારની વેરાવળથી બારડોલી, વિભૂતીબેન સેવકની બારડોલાથી વિરપુર, દિપેશકુમાર ડાહ્યાભાઈ પટેલની વાલોડથી વાઘોડીયા, જિજ્ઞેષભાઈ પટણીની ઉમરેઠથી કઠલાલ, જયદીપ બદલાણીયાની જામજોધપુરથી મુળી ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી હતી.
હિમાદ્રીબા સરવૈયાની મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીથી ચીટનીશ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગર, કલ્પનાબેન શામળદાસ ભૂરીયા મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સાબરકાંઠાથી મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા, અમી પટેલ તાલુકા વિકાર અધિકારી, ઈડરની ચીટનીશ વિકાસ કમિશ્રનરની કચેરી ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવી હતી.
TDO ની બદલીનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
Also read: CISFના નવા DG તરીકે મહિલા આઈપીએસની નિમણૂક
મહીપતસિંગ ચૌહાણની કપડવંડથી ધોળકા, બીપીન પરામારની ધોળકાથી કપડવંજ, એસ જે ચૌહાણની કાલોલથી ફતેપુરા, શામળાભાઈ પટેલની માંડવીથી દીયોદર, મુકેશભાઈ મકવાણાની દ્વારકાથી ઉમેરઠ, ધવલ દેસાઈની ધોલેરાથી દેત્રોજ, મેહુલકુમાર સિંધવથી હળવદથી ધોલેરા, બી એન ચૌધરીની અબડાસાથી ઈડર, ભુપેન્દ્રભાઈ રાઠોડની નવસારીથી સોનગઢ, ડી ડી ગાંવિતથી સોનગઢથી નવસારી, મહેન્દ્રકુમાર ચૌધરીની વલસાડથી ધાનેરા, રાજેશ ધનગરની ધાનેરાથી વલસાડ, ચેતનભાઈ દેસાઈની ચીખલીથી ગણદેવી, ભાવનાકુમારી યાદવની ગણદેવીથી ચીખલી, દર્શન પટેલની દેવગઢબારીયાથી ખેડા ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી હતી.