Jaya Bachchan વહુ Aishwarya ને સોંપવા માંગતા હતા ઘરની જવાબદારીઓ પણ…
બોલીવૂડ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં અણબનાવને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. જોકે, આ મામલે ઐશ્વર્યા કે અભિષેકે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમને લઈને દરરોજ કોઈને કોઈ નવી નવી વાતો સામે આવતી રહે છે. આ બધા વચ્ચે હવે જયા બચ્ચન (Jaya Bachchan) અને ઐશ્વર્યા રાયના સંબંધોને લઈને નવો ખુલાસો થયો છે, જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે ખુલાસો-
આ પણ વાંચો : Viral Video: Alia Bhatt-Ranbir Kapoorના કિચનમાં દેખાઈ એવી વસ્તુ કે…
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જયા બચ્ચન કરણ જોહરના જાણીતા શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા અને અહીં તેમણે ઐશ્વર્યા રાય સાથે પોતાની ઘરની જવાબદારીઓ શેર કરવા વિશે વાત કરી હતી.
જયા બચ્ચન તો ઐશ્વર્યાને ઘર-પરિવારની જવાબદારી સોંપવા માટે તૈયાર હતા, પરંતુ પરિવારનો એક સદસ્ય એવો પણ હતો કે જે આ વાત માટે રાજી નહોતો અને તેણે જ જયા બચ્ચનને આવું કરતાં અટકાવી પણ હતા. આ સદસ્ય બીજું કોઈ નહીં પણ જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની લાડકવાયી દીકરી શ્વેતા બચ્ચન (Shweta Bachchan) હતી.
કરણ જોહરે જયા બચ્ચનને સવાલ કરતાં પૂછ્યું હતું કે ઐશ્વર્યા સાથે ઘરમાં વહુ બનીને આવી છે અને એની સાથે જ તમારા ખભા પરની કેટલીક જવાબદારીઓનો બોજ ઉતરશે. જેના જવાબમાં જયાએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે થોડો નહીં પણ તેને ઘણું બધું સોંપી દઉં. આ સાંભળીને કરણે કહ્યું તો તમે એને ઘણી બધી જવાબદારીઓ સોંપવા માંગો છો એમ?
પરંતુ શ્વેતા બચ્ચને જયાને આવું કરતાં રોક્યા હતા.
તેણે જણાવ્યું હતું કે મમ્મી આવું ના કરીશ. આ કૂબ જ ડરામણું છે. આ સાંભળીને જયાએ કહ્યું કે આ શું બકવાસ છે? જેના જવાબમાં શ્વેતાએ કહ્યું તેના પર બધું એક સાથે છોડી દેવાના બદલે ધીરે ધીરે તેને તમારી શૈલીમાં ઢાળો અને ત્યાર બાદ તેને જવાબદારીઓ સોંપવી જોઈએ.
આ પણ વાંચો : Ranbir Kapoor અને Saif Ali Khanની તૂ તૂ મૈં મૈંનો વીડિયો થયો વાઈરલ, તમે પણ ના જોયો હોય તો જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને જયા બચ્ચનની જેમ ઐશ્વર્યા અને શ્વેતા સાથેના સંબંધો પણ હંમેશાથી ચર્ચાનું કારણ રહ્યા છે. બંને વચ્ચે ખાસ કંઈ બનતું નથી એ વાત તો બધા જ જાણે છે અને હવે આ ખુલાસો સાંભળીને ઐશ્વર્યા શું રિએક્ટ કરે છે એ જોવું રહ્યું ભાઈસાબ…