આલિયા મમ્મી, મમ્મી કરતી રહી અને નીતુએ….
ગયા અઠવાડિયે કપૂર પરિવારે મુંબઈમાં રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ આયોજન રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિતે કરવામાં આવ્યું હતું. આ સમયગાળાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા છે પરંતુ એક વીડિયો જે હવે સામે આવ્યો છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે કે આ વાત તો ઘર ઘરની છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોશો કે રણબીર કપૂર આલિયાને કહે છે કે, મમ્મી આવી રહી છે. આલિયા પછી મમ્મી નીતુ સિંહને રિસીવ કરવા જાય છે અને મમ્મી-મમ્મી કરીને તેની પાસે પહોંચે છે. ત્યારે નીતુ પુત્રવધુની મમ્મી-મમ્મીના સાદનો પ્રતિસાદ આપવાને બદલે આગળ વધી જાય છે. આ જોઇને આલિયા પણ થોડી મૂંઝવણમાં પડી જાય છે.
હવે વીડિયો પર લોકોની ઘણી કોમેન્ટ આવી રહી છે. કોઈએ એવી ટિપ્પણી કરી હતી કે, આવી વાર્તા તો ઘર ઘરની વાર્તા છે. કોઈએ લખ્યું છે કે ફેમિલી ફંક્શનમાં વહુ પ્રત્યે સાસુનું વલણ કાયમ આવું જ હોય છે. સાસુ ક્યારેય વહુને ભાવ નથી આપતી.
જોકે, કેટલાક સમજદાર લોકો એમ પણ જણાવી રહ્યા છે કે, આવા ફંક્શનમાં આવી નાની નાની વાતો તો થયા કરે. એને બહુ સિરિયસલી ના લેવાની હોય. નીતુના મનમાં પણ એવું કંઇ નહીં હોય અને આલિયાના મનમાં પણ સાસુ માટે કોઇ ખરાબ ભાવ નહીં હોય. આ બધું માત્ર એકાદ ક્ષણ માટે બન્યુ હશે અને આવું તો ચાલ્યા જ કરતું હોય. ઈવેન્ટ દરમિયાન સાસુ-વહુની ઘણી ક્યૂટ મોમેન્ટ્સ પણ જોવા મળી હતી. બંને એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Raj Kapoor 100th Birth Anivesary: આલિયા-રણબીરને જોઈને લોકોને યાદ આવ્યા રાજ કપૂર-નરગિસ…
હાલમાં જો આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે જીગરામાં જોવા મળી હતી. હવે તેની પાસે બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, એક આલ્ફા અને બીજી લવ એન્ડ વોર. આલ્ફામાં આલિયા અને શર્વરી વાઘ લીડ રોલમાં છે. લવ એન્ડ વોરમાં આલિયા રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે.