નવી દિલ્હી : દેશમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (NTA 2025 )પુનઃરચના અંગે મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આગામી વર્ષ 2025માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નું પુનઃગઠન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુનઃરચના બાદ એનટીએમાં દસ નવી જગ્યાઓ બનાવવામાં આવશે. આજે પરીક્ષા સુધારણા પર બોલતા કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એનટીએ 2025 થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ લેશે અને ભરતી પરીક્ષાનું સંચાલન નહિ કરે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના વિરોધમાં કોલકાતાનાં સેંકડો લોકો રેલીમાં ભાગ લીધો…
NTA નું પુનઃગઠન કરવામાં આવશે
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે NEET-UG પેન-પેપર મોડમાં હાથ ધરવામાં આવે કે ઓનલાઈન તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર એડેપ્ટિવ ટેસ્ટ, ટેક-ડ્રિવન ટેસ્ટ પરીક્ષાઓ તરફ આગળ વધવાનું વિચારી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે 2025માં NTAનું પુનર્ગઠન કરવામાં આવશે 10 નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે.
આ પણ વાંચો : Year Ender 2024 : જાણો … વર્ષ 2024 માં નિપાહ વાયરસ થી લઈને મંકી પોક્સ, આ બીમારીઓએ ફેલાવી દહેશત
NTA દ્વારા અનેક પરીક્ષાઓનું સંચાલન
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક સ્વાયત્ત અને સ્વ-નિર્ભર ટેસ્ટિંગ સંસ્થા છે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ/ફેલોશિપ માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે. એનટીએ દ્વારા UGC,NET,CUET,JEE (Main),NEET-UG,CMAT,GPAT વગેરે પરીક્ષાઓ લેવામાં આવે છે. તેની સ્થાપના નવેમ્બર 2017 માં પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી પરીક્ષા માટે કરવામાં આવી હતી.