Gujarat માં સેવા સેતુ કાર્યક્રમની સિદ્ધિ, 10 તબક્કામાં આટલા કરોડ લાભાર્થીઓ લાભ અપાયો
ગુજરાત(Gujarat) સરકાર દ્વારા લોકોને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે યોજવામાં આવતા સેવા સેતુ કાર્યક્રમે નવી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ આ અંતર્ગત આવેલી 99.98 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ
રાજ્યમાં વર્ષ 2016 થી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઘર આંગણે જ વિવિધ પ્રકારની લોકોપયોગી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016માં માત્ર 23 સેવાઓથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં હાલ 13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કરીને કુલ 55 જેટલી સેવાઓનો લાભ છેવાડા નાગરિકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.
શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ
સેવા સેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3,07,63,953 અરજીઓ મળી હતી. જે પૈકી 3,07,30,659 અરજીઓ એટલે કે 99.89 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 31 ઓક્ટોબર 2024 એ સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો પૂર્ણ થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં તાલુકા દીઠ 03 કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દીઠ 02-02 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલ ૦૯ તબક્કામાં ગ્રામીણ અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 55 સેવાઓનો સમાવેશ
સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 55 સેવાઓનો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ અને ખાણ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.
વિધવા સહાય વગેરેની સેવાઓનો લાભ
આ સેવામાં આવકનો દાખલો, નોન ક્રીમીલેયર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ માટે બસ કન્સેશન પાસ, UDID કાર્ડનું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓની અરજી, પ્રોપર્ટી ટેક્ષ, ગુમાસ્તા ધારા, પ્રધાનમંત્રી આવાસ યોજના, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર વ્યવસાય વેરો તેમજ વિધવા સહાય વગેરેની સેવાઓનો નાગરિકોને લાભ આપાય છે.
Also Read – Gujaratમાં રેશનકાર્ડની દુકાનમાં ગુણવત્તાયુક્ત અનાજ આપવા સરકારનો મહત્વનો નિર્ણય
સેવા સેતુ કાર્યક્રમના અપાતી મુખ્ય સુવિધા-
સેવા સેતુ કાર્યક્રમમાં ઘર આંગણે 18 વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), રાશન કાર્ડમાં ફેરફાર, રેશનકાર્ડ ધારકોની e-KYC, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જે.મા (અરજી), મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો,
જન્મ-મરણ નોંધણી પ્રમાણપત્ર. આ ઉપરાંત આધાર કાર્ડ, મોબાઈલ નંબરનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા, અટલ પેન્શન યોજના, વ્યવસાય વેરા (અરજી) સાતબાર/આઠ-અ’ના પ્રમાણપત્રો
આપવામાં આવે છે.