Gujarat ના 18 જિલ્લામાં શીત લહેર, હજુ વધશે ઠંડીનો ચમકારો…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં સોમવારે 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા 7.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદ 14.0 ડિગ્રી, ગાંધીનગર 11.0 ડિગ્રી સાથે ઠંડુ શહેર. વડોદરા 12.0 ડિગ્રી, રાજકોટ 11.0 ડિગ્રી નોંધાયું, ડીસા 9.9 ડિગ્રી, વેરાવળ 18.5 ડિગ્રી, દ્વારકા 16.4 ડિગ્રી, સુરત 15.2 ડિગ્રી નોંધાયું. કેશોદ 11.5 ડિગ્રી, અમરેલી 9.6 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 13.4 ડિગ્રી, ભાવનગર 12.2 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું.
આ પણ વાંચો : અસલી-નકલીની લડાઈઃ ભરુચમાં અસલી કિન્નરોએ ‘નકલી’ને ભણાવ્યો પાઠ, વીડિયો વાઈરલ…
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી, અમદાવાદમાં બદલાયો સ્કૂલોનો સમય…
ગુજરાતમાં હજુ વધશે ઠંડી
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારના દિવસોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના રાજ્યો ઉપર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી પડતી હોય છે અને હાલ અડધો મહિનો થયો છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.