Bhavnagar સોમનાથ હાઇવે પર બસ- ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ભાવનગર : ગુજરાતના ભાવનગર(Bhavnagar)સોમનાથ હાઇવે પર વહેલી સવારે ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં મળતી માહિતી મુજબ એક ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Also Read – Surendnagar કેદારીયા નજીક અકસ્માત, ટ્રેનની હડફેટે બે બાળકોના મોત, એકનો આબાદ બચાવ…
સુરેન્દ્રનગરમાં ટ્રેનની હડફેટે બે બાળકોના મોત
ગુજરાતમાં અન્ય એક અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના કેદારીયા નજીક ટ્રેનની હડફેટે બે માસુમ બાળકોના મોત થયા છે. જ્યારે દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જયારે આ અકસ્માતમાં બાળકોની માતાને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ હળવદ પંથકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માતાની નજર સામે ટ્રેનની હડફેટે ચડી જતા બે માસૂમ બાળકોના મોત થયા હતા તો ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.