નવા વર્ષના પહેલાં દિવસે જ ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, ધનથી છલકાઈ ઉઠશે તિજોરી…
નવું વર્ષ ખાલી હાથે નહીં પણ નવી આશાઓ, ઉમંગો અને સપનાઓ લઈને આવે છે અને 14 દિવસ બાદ 2024નું વર્ષ પૂરું થશે અને 2025 નું નવું નક્કોર વર્ષ શરૂ થશે. જો તમે પણ ઈચ્છો છો કે 2025નું નવું વર્ષ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, સફળતા અને ધન લઈને આવે તો નવા વર્ષ પહેલાં કે નવા વર્ષના પહેલાં દિવસે જ અમુક ખાસ વસ્તુઓ ઘરમાં લઈને આવો. ચાલો જોઈએ શું છે આ ખાસ વસ્તુઓ-
આ પણ વાંચો : સૂર્યએ કર્યું ગોચર, આજથી જ ખરમાસનો પ્રારંભ, ત્રણ રાશિના જાતકો થશે બંપર લાભ…
વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વસ્તુઓ તમારા ઘરમાં પોઝિટીવ એનર્જી લઈને આવશે અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. ચાલો તમને જણાવીએ 2025માં કઈ નવી વસ્તુઓ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિઓ લઈને આવશે અને તમારે કઈ વસ્તુઓ લાવવી જોઈએ.
ભગવાન ગણેશજીની પ્રતિમાઃ
નવા વર્ષમાં ભગવાન ગણેશજીની મૂર્તિ કે પ્રતિમા લઈને આવો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પ્રતિમા ખાસ ઊંચી ના હોય. આવું કરવાથી ઘરમાં બરકત આવશે અને એની સાથે સાથે સુખ સમૃદ્ધિ લઈને આવશે.
મોરનું પીંછુઃ
જો તમે ઈચ્છો તો નવા વર્ષે ઘરમાં મોરનું પીંછુ પણ લાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવા વર્ષે ઘરે મોરનું પીંછુ લાવવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે અને ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થાય છે.
વાંસળીઃ
તમે પણ આર્થિક રીતે સંપન્ન થવા માંગતા હોવ તો તમારે નવા વર્ષના પહેલાં દિવસે વાંસળી પણ ખરીદી શકો છો. આ વાંસળી તમારે મુરલી મનોહરને અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશહાલી આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
શંખઃ
શંખને અને એમાં પણ ખાસ કરીને દક્ષિણાવર્તી શંખને શુભ માનવામાં આવ્યું છે. નવા વર્ષે ઘરમાં શંખ લાવીને તેની પૂજા કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક્તા દૂર થાય છે. શંખને મા લક્ષ્મી સાથે પણ જોડીને જોવામાં આવે છે એટલે શંખની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે.