કેનેડામાં સંકટ: ડેપ્યુટી PM એ આપ્યું અચાનક રાજીનામું…
ઓટાવા: કેનેડામાં ચૂંટણી પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો લાગ્યો છે. દેશના નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે (Chrystia Freeland) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રુડો પર પણ આક્ષેપો પણ કર્યા છે અને તેમની યોજનાઓને રાજકીય ચાલ ગણાવી. નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પોતાનું રાજીનામું જસ્ટિન ટ્રુડોને સોંપ્યું છે.
આ પણ વાંચો : Bangladesh ભારત વિરુદ્ધ ચીનની મદદથી રચી રહ્યું છે ષડયંત્ર, ફાઈટર જેટ ખરીદવાની તૈયારી
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેના નીતિવિષયક મતભેદોને કારણે ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપ્યું હતું. ખર્ચ વધારવાની ટ્રુડોની યોજનાઓથી તેણી ખુશ ન હતી અને તેને રાજકીય કાવતરા તરીકે ફગાવી દીધી હતી.
ફ્રીલેન્ડે X પર પોસ્ટ કરી
ફ્રીલેન્ડે પીએમ ટુડોને એક પત્ર લખ્યો જેની તેણે X પર પોસ્ટ કરી હતી. તેમાં તેણે કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી તમે અને હું કેનેડાને આગળ વધારવાના બાબતે અસમંજસમાં હતા.’ કેબિનેટમાં ટ્રુડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણા પ્રધાન તેમજ નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો : પેશાવરમાં પણ પાકિસ્તાનીઓએ રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ ઉજવી
સરકારના આગામી પ્રસ્તાવને લઈને મતભેદો
કેનેડિયન મીડિયા અહેવાલો અનુસાર, ફ્રીલેન્ડ અને ટુડો વચ્ચે કામચલાઉ ટેક્સ બ્રેક્સ અને અન્ય ખર્ચના પગલાં માટેના સરકારી પ્રસ્તાવને લઈને મતભેદો થયા હતા. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “તમે મને શુક્રવારે કહ્યું હતું કે તમે મને નાણા પ્રધાન તરીકે સેવા આપવા માંગતા નથી અને તમે મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી હતી.”