વિવેક રંજન અગ્રિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ નથી મળ્યો. ફિલ્મ તેની કમાણી વધારવા માટે દરરોજ સંઘર્ષ કરી રહી છે, પરંતુ આટલા નબળા પ્રદર્શન છતાં ફિલ્મને ઓસ્કાર એકેડમી તરફથી વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. દિગ્દર્શક-લેખક વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે કે ‘ધ વેક્સીન વોર’ની સ્ક્રિપ્ટ ટૂંક સમયમાં ઓસ્કાર લાઇબ્રેરીના કાયમી મુખ્ય સંગ્રહનો ભાગ બનશે. વિવેક રંજન અગ્નિહોત્રીએ એકેડમી તરફથી મળેલા મેઈલનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સ્ક્રીનશોટ શેર કરતા વિવેકે ટ્વિટર પર લખ્યું છે કે, મને ગર્વ છે કે ‘ધ વેક્સીન વોર’ની સ્ક્રિપ્ટને ઓસ્કાર એકેડમી લાઇબ્રેરીના સંગ્રહમાં રાખવા માટે આમંત્રિત કરવામાં આવી છે છે. મને આનંદ છે કે સેંકડો વર્ષો સુધી વધુને વધુ લોકો ભારતના સુપરહીરોની આ મહાન વાર્તા વાંચશે.
ઑક્ટોબર 3ના ઈમેલમાં એકેડેમીના મેનેજમેન્ટ લાઈબ્રેરિયને લખ્યું હતું કે, “અમે અહીં એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઈબ્રેરીમાં કાયમી કોર કલેક્શનમાં ‘ધ વેક્સિન વૉર’ની એક કૉપી મૂકવામાં રસ ધરાવીએ છીએ.અમારો મુખ્ય સંગ્રહ ફક્ત વાંચવા માટે રાખવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટ ક્યારેય રૂમમાંથી બહાર જતી નથી અને તેની કોઈપણ પ્રકારની નકલો બનાવવા પર સખત પ્રતિબંધ છે. આ એક રિસર્ચ લાયબ્રેરી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જે દરેક માટે ખુલ્લી છે.”
સપ્ટેમ્બરમાં થિયેટરોમાં ‘ ધ વેક્સિન વોર’ રજૂ કરવામાં આવી હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં નાના પાટેકર, સપ્તમી ગૌડા, પલ્લવી જોશી અને રાયમા સેન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં નાના, સપ્તમી અને પલ્લવી વૈજ્ઞાનિકોની ભૂમિકામાં છે, જ્યારે રાયમા પત્રકારની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેરની પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મમાં નિવેદિતા ભટ્ટાચાર્ય અને મોહન કપૂર પણ છે. આ ફિલ્મ કોવિડ-19 સામે લડત આપનારા ભારતીય વૈજ્ઞાનિકોની જીત વિશે છે.
Taboola Feed