Viral Video: Alia Bhatt-Ranbir Kapoorના કિચનમાં દેખાઈ એવી વસ્તુ કે…
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. અવારનવાર રાહા મમ્મી-પપ્પા અને ફેમિલીના અન્ય મેમ્બર્સ સાથે જોવા મળતી હોય છે. પેપ્ઝ પણ રાહાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. આ બધા વચ્ચે જ સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીરના કિચનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક એવી વસ્તુ જોવા મળી હતી જેના પરથી ફેન્સ પોતાની નજર હટાવી શક્યા નહોતા. ચાલો તમને પણ જણાવીએ શું છે આખરે આ વસ્તુ-
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે અને તેમનું આ નવું ઘર ઓલમોસ્ટ બનીને રેડી છે. આલિયા અને રણબીર પણ અવારનવાર દીકરી રાહા સાથે આ નવા ઘરની મુલાકાત લેતા જોવા મળે છે, એટલું જ નહીં કેટલું કામ થયું છે અને કેટલું કામ બાકી છે એની ચર્ચા પણ કરતાં જોવા મળે. હાલમાં આ કપલ પાલી હિલના એક એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાંના કિચનની એક ઝલક ફેન્સને જોવા મળી હતી.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આલિયા અને રણબીરનું સિમ્પલ કિચન જોવા મળે છે અને તેમાં ખૂબ જ સુંદર રીતે પર્સનલ ટચ આપવામાં આવ્યો છે. આલિયા અને રણબીરના કિચનના એક કોર્નરમાં રાહા, આલિયા અને રણબીરના હાથથી બનાવવામાં આવેલો સ્કેચ મૂકવામાં આવ્યો છે. આ ફોટો ક્રિસમસના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય ફ્રિજ પર અલગ અલગ પ્રાણીઓને ઢગલો મેગ્નેટ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ‘જો મારા સંતાનો રણબીર કપૂર-આલિયા ભટ્ટ જેવા ટેલેન્ટેડ હોત તો…’ પરેશ રાવલે આ શું કહ્યું?
કિચનમાં હવા-ઉજાસની ્વરજવર રહે એ માટે એક મોટી વિન્ડો બનાવવામાં આવી છે અને કિચન ફૂલી સેન્ટ્રલી એસી અને સ્ટોવ હૂડ છે. આલિયા અને રણબીરના ઘર લેફ જમવાનું બનાવવા ગયા હતા અને એ જ સમયે તેમણે ફેન્સ સાથે કિચનની એક ઝલક શેર કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર બંને હાલમાં પોતાની આવનારી ફિલ્મ રામાયણની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સાંઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. જ્યારે આલિયાના હાથમાં અનેક પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર અને વિક્કી કૌશલ પણ જોવા મળશે.