ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ ઘરે પરત ફર્યા પછી ચેસ અંગે શું જણાવ્યું, જાણો?
ચેન્નઈ: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે આજે અહી કહ્યું હતું કે ચેસ ફક્ત 64 મોહરાની રમતની રણનીતિ નથી અને વિશ્વ ચેમ્પિયનશિપમાં તેના ઐતિહાસિક પ્રદર્શન દરમિયાન “ભાવનાત્મક દબાણ” પર કાબૂ મેળવવામાં મેન્ટલ એડેપ્ટેશન કોચ પૈડી અપટને તેમની ખૂબ મદદ કરી હતી.
ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા ચેમ્પિયન બનેલો 18 વર્ષીય ગુકેશ આજે અહીં પહોંચ્યો હતો. અહીં પહોંચતા જ પ્રશંસકો અને અધિકારીઓએ ગુકેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુકેશે પોતાની સ્કૂલ વેલામ્મલ વિદ્યાલય દ્ધારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “વર્લ્ડ ચેમ્પિયનશિપ માત્ર શતરંજની ચાલ વિશે નથી. તેનો સામનો કરવા માટે ખૂબ માનસિક અને ભાવનાત્મક દબાણ હોય છે. કોચ પૈડીએ આ મામલે મારી ખૂબ મદદ કરી હતી. અપટન એક પ્રખ્યાત મેન્ટલ કન્ડીશનિંગ કોચ છે. તેમણે સિંગાપોરમાં 14 મેચની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન ગુકેશ સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચો : World Chess Champion ડી ગુકેશ પર ફિલ્મી કલાકારોએ વરસાવ્યો અભિનંદનનો વરસાદ…
ગુકેશે કહ્યું, “મેં તેમની સાથે કરેલી વાતચીત અને તેમણે મને આપેલા સૂચનો એક ખેલાડી તરીકે મારા વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”ગુકેશે આ અવસર પર 2011 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રાષ્ટ્રીય પુરૂષ હૉકી ટીમ સાથે કામ કરનાર અપટન સાથેના પોતાના અનુભવો વિશે વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે, “પૈડી મારી ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે. કેન્ડિડેટ્સ (એપ્રિલ) જીત્યા પછી મેં સંદીપ સર (વેસ્ટબ્રિજ કેપિટલના સંદીપ સિંઘલ) સમક્ષ મેન્ટલ કન્ડીશનીંગ કોચની માંગણી કરી હતી.”