ટોપ ન્યૂઝનેશનલ

સરકારના યૂ-ટર્ન પછી આવતીકાલે ‘One Nation, One Election’ બિલ લોકસભામાં રજૂ થઈ શકે…

નવી દિલ્હી: ‘વન નેશન વન ઇલેક્શન’ રજૂ કરવાની તારીખ છેલ્લી ઘડીએ બદલાયા પછી હવે આ 129મું બંધારણ સંશોધન બિલ આવતીકાલે એટલે કે 17મી ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલ અંગે વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે JPC (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ને મોકલવામાં આવશે. આવતીકાલે જ જેપીસીની રચના કરવામાં આવશે, જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને કોંગ્રેસ પાર્ટી સહિત તમામ પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતના એક નિર્ણયથી China ઝૂક્યું, આ ભારતીય કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ

ગઇકાલે જ સરકારે કર્યો હતો ફેરફાર

ઉલ્લેખનીય છે કે પહેલા આ બિલ 16 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ બાદમાં આ બિલનું નામ લોકસભાની સુધારેલી યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. પીએમ મોદીની કેબિનેટે 12 ડિસેમ્બરે એક રાષ્ટ્રીય એક ચૂંટણી બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં 2034 પછી એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત, સરકારે બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો હતો.

ગત અઠવાડિયે જ કેબિનેટે આપી મંજૂરી

હાલ મીડિયા અહેવાલો અનુસાર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના આયોજન માટે બંધારણ સંશોધન બિલ આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સમાચાર એજન્સીના સૂત્રોનું માનીએ તો ખરડાને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Supreme Court એ પૂછ્યું મસ્જિદમાં “જય શ્રી રામ”ના નારા લગાવવા કેવી રીતે ગુનો ? જાણો સમગ્ર મામલો

શિયાળુ સત્રના ચાર દિવસ માટે

વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલને 16 ડિસેમ્બરના રોજ ગૃહના કામકાજની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે હવે તેને હવે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદી સરકારે સાંસદોને બિલની નકલો પણ પહોંચાડશે છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યું છે. તેથી આ બિલ રજૂ કરવા માટે સરકાર પાસે માત્ર 4 દિવસ બાકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button