મહારાષ્ટ્ર સરકારે 33,788.40 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરી: લાડકી બહેન યોજના માટે 1,400 કરોડ રૂપિયા…
નાગપુર: મહારાષ્ટ્ર સરકારે સોમવારે મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના માટે રૂ. 1,400 કરોડની જોગવાઈ સાથે કુલ રૂ. 33,788.40 કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી હતી.
આ પણ વાંચો : પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપી સતામણી કરીઃ પતિ અને પરિવાર સામે નોંધાયો કેસ…
પ્રધાન ઉદય સામંતે આ પૂરક માંગણીઓ રજૂ કરી હતી, જે બજેટ ફાળવણી ઉપરાંત સરકાર દ્વારા માગવામાં આવતા વધારાનું ભંડોળ છે.
ગયા બજેટમાં, રાજ્ય સરકારે લાડકી બહેન યોજના હેઠળ 21 થી 60 વર્ષની વય જૂથની પાત્ર મહિલાઓને 1,500 રૂપિયાનું માસિક ભથ્થું આપવા માટે વાર્ષિક 46,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. રાજ્યમાં અઢી કરોડથી વધુ મહિલાઓને માસિક હપ્તા આપવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કહ્યું હતું કે માસિક હપ્તા વધારીને 1,500 રૂપિયાથી 2,100 રૂપિયા સુધીનો વધારો બજેટમાં કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
આવી જ રીતે સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે 36 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું અનાવરણ કર્યાના થોડા મહિના પછી, 26 ઓગસ્ટે કિલ્લા પરની મરાઠા યોદ્ધા રાજાની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી હતી.
સરકારે લાયક ખાંડ સહકારી ફેક્ટરીઓ માટે માર્જિન મની લોન માટે 1,204 કરોડ રૂપિયા અને 7.5 હોર્સપાવર સુધીના કૃષિ પંપ ધરાવતા ખેડૂતોને મફત વીજળી પૂરી પાડવા માટે મુખ્ય પ્રધાન બલિરાજા યોજના માટે 3,050 કરોડ રૂપિયા પણ આપ્યા છે.
આ પણ વાંચો : Income Tax વિભાગે સપાટો બોલાવ્યો, ટેક્સ નહિ ભરનારાઓ પાસેથી વસૂલ કર્યા આટલા કરોડ
જાહેર બાંધકામ વિભાગને 7,490 કરોડ રૂપિયા, ઉદ્યોગ, વીજળી અને શ્રમ વિભાગને 4,112 કરોડ રૂપિયા, શહેરી વિકાસને 2,774 કરોડ રૂપિયા, ગ્રામીણ વિકાસ વિભાગને 2,007 કરોડ રૂપિયા અને આદિજાતિ વિકાસ વિભાગને 1,830 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. (પીટીઆઈ)