સ્પોર્ટસ

શ્રેયસ ઐય્યરે પૃથ્વી શૉ માટે આપ્યું મહત્ત્વનું નિવેદનઃ જો શિસ્તબદ્ધ રહે તો….

બેંગલુરુઃ પૃથ્વી શૉ જેટલી ઝડપથી ઉભરી આવ્યો એટલી જ ઝડપથી તે હાંસિયામાં ધકેલાઈ ગયો છે, પરંતુ શ્રેયસ ઐય્યરનું માનવું છે કે જો મુંબઈનો આ બેટ્સમેન શિસ્તબદ્ધ રહેશે તો ઘણી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

આ પણ વાંચો : સૂર્યાંશ અને સૂર્યકુમારે મુંબઈને ટી-20 ટાઇટલ અપાવ્યું, પાટીદારની આતશબાજી એળે ગઈ…

પૃથ્વી શૉએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની પ્રતિભાની ઝલક બતાવી અને નવ મેચમાં 197 રન ફટકાર્યા હતા, પરંતુ એક પણ અડધી સદી ફટકારી શક્યો નહતો. શ્રેયસની કેપ્ટનશીપમાં મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી.

ફાઇનલમાં મધ્ય પ્રદેશને પાંચ વિકેટે હરાવ્યા બાદ શ્રેયસે કહ્યું હતું કે મને લાગે છે કે તે કુદરતી રીતે પ્રતિભાશાળી ખેલાડી છે. તેની પાસે એટલી પ્રતિભા છે, જે બીજા કોઈમાં નથી. તેણે માત્ર શિસ્ત પર કામ કરવું પડશે. આમ કરીને તે મહાન ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

જોકે તેણે કહ્યું કે પોતાની કારકિર્દીને પાટા પર લાવવાની ઈચ્છા પોતાની અંદર હોવી જોઈએ. “તે બાળક નથી.” તે ઘણું ક્રિકેટ રમ્યો છે. દરેક તેને સલાહ આપે છે. અંતે તેણે તે શોધવું પડશે જે તેના માટે યોગ્ય છે.

તે પહેલા પણ આવું કરી ચૂક્યો છે. તેણે ધ્યાન કેન્દ્રિત કરવું અને વિચારવું પડશે. તેનો જવાબ તેને જાતે જ મળી જશે. કોઈ તેને કંઈપણ કરવા દબાણ કરી શકે નહીં.”

આ પણ વાંચો : નીરજ ચોપડાને મળ્યું મોટું સન્માન, ભાલાફેંકના આ મેડલ વિજેતાની પૅરિસ ઑલિમ્પિક્સની જર્સી…

ટાઈટલ જીતવામાં અજિંક્ય રહાણેના યોગદાનની પ્રશંસા કરતા શ્રેયસે કહ્યું હતું કે, “તે એક એવો ખેલાડી છે જે ટીમને 110 ટકા આપશે.” તેણે ચોથા નંબરથી શરૂઆત કરી અને જ્યારે સૂર્ય આવ્યો ત્યારે તેણે પોતાનું સ્થાન છોડી દીધું ત્યાર બાદ તેણે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રહાણેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 165ના સ્ટ્રાઈક રેટથી 469 રન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button