IND VS AUS TEST: કફોડી હાલતમાં મૂકાયેલી ભારતીય ટીમ માટે બુમરાહે આપ્યું મહત્ત્વનું નિવેદન…
બ્રિસબેનઃ ભારત અને ઓસ્ટ્રેયિલા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ કફોડી હાલતમાં મૂકાયું છે ત્યારે ટીમ ઈન્ડિયા માટે ભારતના આક્રમક બોલર જસપ્રીત બુમરાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં ખરાબ તબક્કાનો સામનો કરી રહેલી ભારતીય ટીમનો બચાવ કરતી વખતે પોતાના પર વધારાનું દબાણ હોવાની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને અનુભવી હોવાના કારણે વધારાની જવાબદારી ઉઠાવવી તેનું કામ છે.
બેટ્સમેનની ટેકનિક પર ઊઠ્યા સવાલ
ગાબા ખાતેની ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને બોલિંગનો ખોટો નિર્ણય લીધા બાદ બુમરાહે છ વિકેટ ઝડપી છતાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં વરસાદથી પ્રભાવિત મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બેટ્સમેનોની ટેકનિક અને બોલરોના સ્તર પર સવાલો ઉઠી રહ્યા છે.
પરિવર્તનના તબક્કામાંથી થઈ રહ્યા છે પસાર
ત્રીજા દિવસની રમત બાદ ભારતીય બેટિંગ વિશે પૂછવામાં આવતા બુમરાહે મીડિયાને કહ્યું હતું કે, “એક ટીમ તરીકે અમે એકબીજા પર સવાલ ઉઠાવતા નથી. અમે એવી માનસિકતામાં પડતા નથી કે જ્યાં અમે એકબીજા પર આંગળી ઉઠાવવામાં આવે. બુમરાહે કહ્યું હતું કે, “અમે એક ટીમ તરીકે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. નવા ખેલાડીઓ આવી રહ્યા છે અને ક્રિકેટ રમવા માટે આ સૌથી સરળ જગ્યા નથી. વિકેટ અલગ છે અને વાતાવરણ અલગ છે.
આ પણ વાંચો : 10 બૉલ ઓછા ફેંકાતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને આટલા કરોડ રૂપિયાનો ચાંદલો થઈ ગયો!
આ સીરિઝમાં અત્યાર સુધી 18 વિકેટ ઝડપનાર બુમરાહે કહ્યું હતું કે બોલિંગ યુનિટ તરીકે અમે પરિવર્તનના સમયગાળામાં છીએ, તેથી અન્યને મદદ કરવી એ મારું કામ છે. હું અન્ય કરતા વધુ ક્રિકેટ રમ્યો છું તેથી હું તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેણે કહ્યું હતું કે અમે બધા શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને પ્રદર્શનમાં સુધારો થશે.” સફરમાં વ્યક્તિએ આ બધી બાબતોમાંથી પસાર થવું પડે છે.
અમારી ટીમમાં છે ઘણા ખેલાડીઓ નવા
બુમરાહે એવા અહેવાલોને પણ ફગાવી દીધા હતા કે પહેલા દાવમાં ખરાબ સ્કોર બોલરો અને તેના પર વધુ દબાણ લાવી રહ્યો હતો. અમારી પાસે 11 ખેલાડીઓ છે. હું તેને એ રીતે જોતો નથી કે મારે વધુ કામ કરવાનું છે. અમારી નવી ટીમ છે અને તેમાં ઘણા નવા ખેલાડીઓ છે. આપણે તેમને થોડો સમય આપવો પડશે. તેઓ અનુભવથી જ શીખશે. ‘કોઈ પણ અનુભવ સાથે નથી આવતું. તમે શીખતા રહો અને નવા રસ્તાઓ શોધતા રહો.
ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું કે તેને ઓસ્ટ્રેલિયામાં અલગ-અલગ પીચ પર બોલિંગ કરવાની મજા આવે છે. “મને હંમેશા અલગ-અલગ પડકારો ગમે છે. પર્થમાં પિચ અલગ હતી અને એડિલેડમાં પિંક બોલની પિચ અલગ હતી. અમને ભારતમાં આની આદત નથી.