આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

જહાં નહીં ચૈના વહાં નહીં… છગન ભુજબળનો અજિત પવારનો પક્ષ છોડવાનો સંકેત…

મુંબઈ: એનસીપીના જ્યેષ્ઠ નેતા છગન ભુજબળ કેબિનેટમાં સ્થાન ન મળવાથી ભારે નારાજ છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નારાજ છે. તેમજ ભુજબળે એવી રોષભરી પ્રતિક્રિયા આપી હતી કે જેઓએ તેમને ડ્રોપ કર્યા હતા તેમને જઈને પૂછવું જોઈએ કે તેમને શા માટે પડતા મૂકવામાં આવ્યા છે. દરમિયાન તેમની નારાજગી દૂર કરવા માટે ભુજબળને રાજ્યસભાની બેઠકની ઓફર કરવામાં આવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યસભાની ઓફરને ફગાવી રહ્યા છે. જે બાદ છગન ભુજબળ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ અજિત પવારનો પક્ષ છોડી દે તેવી શક્યતા છે. ખુદ છગન ભુજબળે જ એવો સંકેત આપ્યો છે કે જહાં નહીં ચૈના વહાં નહીં…

આ પણ વાંચો : ચૂંટણીમાં કારમી હાર કે અન્ય કોઇ કારણ, હિંદુત્વના એજન્ડા પર પાછી ફરી રહી છે ઉદ્ધવ ઠાકરેની સેના

રવિવારે કેબિનેટ વિસ્તરણ પૂર્ણ થયું હતું. જેમાં અજિત પવારની એનસીપીના નવ લોકોને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. જેમાં દિલીપ વળસે-પાટીલ, છગન ભુજબળ જેવા વરિષ્ઠ નેતાઓને પડતાં મૂકવામાં આવ્યા હતા. નાસિકમાં છગન ભુજબળને પડતા મુકવામાં આવ્યા હતા અને એનસીપી તરફથી માણિકરાવ કોકાટે અને નરહરિ ઝીરવાળને તક આપવામાં આવી હતી.

તેના પર ભુજબળે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ભુજબળે તેમને આપેલી રાજ્યસભાની ઓફર પણ ફગાવી દીધી છે. ભુજબળ નાગપુર છોડીને નાસિક પરત ફરશે. તે પહેલા તેમણે કહ્યું કે રાજ્યસભાની ઓફર સ્વીકારવી એ મતદારો સાથે છેતરપિંડી છે.

મતદારોને છેતરી શકાય નહીં

ભુજબળે કહ્યું કે, સાત-આઠ દિવસ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે તમે રાજ્યસભામાં જાઓ. જોકે, હું થોડા વખત પહેલાં રાજ્યસભામાં જવા માંગતો હતો. જ્યારે સત્તારને સીટ આપવામાં આવી ત્યારે તેઓ રાજ્યસભામાં જવા માગતા હતા. ત્યારે તે જગ્યા આપવામાં આવી ન હતી. મને તે સમયે કહેવામાં આવ્યું હતું કે તમારે લડવું પડશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તમે લડાઈમાં હશો તો પાર્ટી જોરશોરથી આગળ વધશે.

હું પણ મતદારોના આશીર્વાદથી મતવિસ્તારમાંથી ચૂંટાયો છું. તેથી હવે હું તુરંત રાજ્યસભામાં જઈ શકું તેમ નથી. તે મારા મત વિસ્તારના મતદારો સાથે છેતરપિંડી થશે. તે મતદારો સાથે વિશ્ર્વાસઘાત હશે. જો તમારે રાજ્યસભામાં જવું હોય તો તમારે તરત જ વિધાનસભામાંથી રાજીનામું આપવું પડશે. મારા લોકો દુ:ખી છે. મતદારો સાથે છેતરપિંડી કરી શકાય નહીં. છગન ભુજબળે સ્પષ્ટ કર્યું કે જેમણે મને પ્રેમ આપ્યો છે તેમની સાથે છેતરપિંડી નહીં કરું.

ઓબીસીની લડાઈ, મહાયુતિ સફળ થઈ

ઓબીસીની જે લડાઈ હતી તે ઓબીસીને એકસાથે લાવી હતી અને મહાયુતિ મહદઅંશે સફળ રહ્યું હતું. હું ઓબીસીના અધિકારોના રક્ષણ માટે મેદાનમાં આવ્યો હતો, ઘર સળગાવ્યા પછી હું પછાત વર્ગના રક્ષણ માટે ઉભો થયો. ભુજબળે કહ્યું કે તેનો ફાયદો મહાયુતિને પણ થયો.

જરાંગે સાથે દુશ્મની લેવાનું ઈનામ મળ્યું

તેમણે એમ પણ કહ્યું કે તેઓ નાગપુરમાં વિધાન ભવન વિસ્તારમાં નાખુશ છે. હું એક સામાન્ય કાર્યકર છું. મને પડતો મુકાયો કે ફેંકી દેવામાં આવ્યો તેનાથી શું ફરક પડે છે? કેટલીય વખત પ્રધાનપદ આવ્યા અને ગયા, છગન ભુજબળનો અંત આવ્યો નથી. મને જરાંગે સાથે બાથ ભીડવા બદલ ઈનામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતીઓના મતો પર જીતેલી મહાયુતિએ ગુજરાતીઓની કરી અવહેલના…

ભુજબળના સમર્થકો રાજીનામું આપશે

ભુજબળને પડતા મૂકવામાં આવતાં ભુજબળના સમર્થકો પણ નારાજ છે. યેવલા મતવિસ્તાર સહિત જિલ્લાભરમાંથી ભુજબળના સમર્થકોએ ભુજબળના કેબિનેટમાં સમાવેશ ન કરવામાં આવ્યો તેની સામે વિરોધ નોંધાવ્યો છે. સમર્થકોએ વિરોધ શરૂ કર્યો છે. ભુજબળના સમર્થકોએ પણ પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. જેથી ભુજબળ પણ હવે મોટો નિર્ણય લેશે તેવી ચર્ચા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button