નેશનલસ્પેશિયલ ફિચર્સ

દુનિયાના ટોપ ફાઈવ બેસ્ટ ફૂડ સિટીમાં આમચી મુંબઈ છે આટલામાં નંબરે…

માયાવી નગરી મુંબઈની ગણતરી દેશની આર્થિક રાજધાની તરીકે કરવામાં આવે છે. આ સિવાય પણ પોતાની અન્ય ખાસિયતને કારણે મુંબઈએ દેશ જ નહીં પણ દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પરંતુ આ આ સમાચાર વાંચીને ખાવા-પીવાના શોખિનોને મજા પડી જશે. ટેસ્ટ એટલસ એવોર્ડ 2024-25ના દુનિયાના સૌથી બેસ્ટ ફૂડ સિટીઝના લિસ્ટમાં મુંબઈ પાંચમા સ્થાને છે. વાત કરીએ ટોપ ફોર સિટીઝની તો તેમાં નેપલ્સ, મિલાન, બોલોગ્ના અને ફ્લોરેન્સનો સમાવેશ થાય છે અને પાંચમા નંબરે આવે છે આમચી મુંબઈ.

ટેસ્ટ એટલસ એક પ્રસિદ્ધ ફૂડ અને ટ્રાવેલ ગાઈડ છે અને તેણે આ રેંકિંગ પોતાના વિશાળ ડેટાબેઝના આધારે જાહેર કરી છે. 17,073 શહેર અને 15,478 ડિશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4,77,287 વેલિડ ફૂડ રિવ્યૂઝનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આ રિવ્યુઝના આધારે મુંબઈને એની ડાયવર્સિટી, ટેસ્ટ અને સ્ટ્રીટ ફૂડ કલ્ચર માટે આ સન્માન આપવામાં આવ્યું હતું.

મુંબઈનું સ્ટ્રીટ ફૂડ માત્ર ભારત જ નહીં પણ ઈન્ટરનેશનલ લેવલ પર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ચાલો જાણીએ મુંબઈના એ પાંચ બેસ્ટ સ્ટ્રીટ ફૂડ્સ વિશે આમાંથી તમે કેટલાક ટ્રાય કર્યા છે એ ચોક્કસ અમને જણાવજો…

પાવ ભાજીઃ
મુંબઈની પાવભાજી વિના કોઈ શંકા દેશ જ નહીં પણ દુનિયાનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવામાં આવેલી તીખી તમતમતી ચટાકેદાર પાવ ભાજીનું કોમ્બિનેશન દરેક ઉંમરની લોકોને ખૂબ જ પસંદ આવે છે.

ભેલપુરીઃ

ગેટવે ઓફ ઈન્ડિયા કે મુંબઈના સમુદ્ર કિનારા પર ફરતાં ફરતાં ખાટી અને તીખી ભેલપુરી ખાવાની વાત જ કંઈક અલગ છે. ચટપટ્ટી ચટણીઓ, મમલા અને કાંદા-ટામેટાંવાળી આ ભેલ મુંબઈની સાંજને સૌથી વધુ યાદગાર બનાવે છે.

આ પણ વાંચો : નવી મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને જિતાડવા બદલ જેમાઈમા-સ્મૃતિની મીડિયામાં ભરપૂર પ્રશંસા…

રગડા પેટિસઃ


રગડા પેટિસ મુંબઈની ચટાકેદાર વાનગીઓમાંથી એક છે. બટેટાની પેટિસ અને રગડા, ખાટી-મીઠી, તીથી ચટણી અને કાકડી, ટામેટા અને કાંદા તેનો સ્વાદ એકદમ વધારી નાખે છે.

બોમ્બે બિરીયાનીઃ

મુંબઈની આ બિરીયાની તેની ખાસ મસાલેદાર સુગંધ અને સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મુંબઈની અનેક મોટી મોટી હોટેલ્સ, રેસ્ટોરાંથી લઈને નાનકડાં ધાબા પર પણ આ બોમ્બે બિરીયાની ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે.

થાલી પીઠઃ


મૂળ મહારાષ્ટ્રીયન પણ હેલ્ધી અને ટ્રેડિશનલ ફૂડ છે થાલી પીઠ. થાલી પીઠમાં અલગ અલગ પ્રકારના લોટ અને ઘણા બધા મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button