અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં પ્રોફેસર પત્નીને પતિએ તલાક આપ્યા, માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવા બદલ નિર્ણય

અમદાવાદ: અહીંની સાયન્સ કોલેજમાં એસોસિયેટ મહિલા પ્રોફેસરે તાજેતરમાં એફઆઈઆર નોંધાવ્યો હતો. મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના પતિ સાથે થયેલા ઝઘડાને કારણે બાળકો સાથે અલગ રહેવા ગઈ હતી. ઓક્ટોબરમાં તેના પતિએ બીજા લગ્ન કર્યા હતા અને પતિને મળવા પહોંચી ત્યારે તેની સાથેના ઝઘડા દરમિયાન પતિએ ટ્રિપલ તલાક આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

કોલેજના એસોસિયેટ પ્રોફેસર સાયન્સ કોલેજમાં એસોસિયટ પ્રોફેસર તરીકે નોકરી કરતાં મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પતિ પત્ની વચ્ચે લગ્ન બાદ ઝઘડાઓ વધતાં બન્ને અલગ અલગ રહેતા હતા અને હાલમાં જ પતિએ અલગ લગ્ન કરી લીધા હોય તેઓ મળવા ગયા ત્યારે દરવાજા પર જ પતિએ તેમને તલાક આપતા અંતે તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પતિ-પત્ની બન્ને પ્રોફેસર
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તીન તલાકની ફરિયાદ નોંધાઈ છે. અહીંની ગુજરાત યુનિવર્સિટીના ઉર્દૂ પર્શિયન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પતિએ ગુજરાત કોલેજના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી પત્નીને સંતાન બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા બાદ અંતે નવા લગ્ન કરી લઈને પહેલી પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં પત્નીએ આરોપ મૂક્યો છે કે બે દીકરીઓના જન્મને લઈને તેઓ ત્રાસ આપીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી, અમદાવાદમાં બદલાયો સ્કૂલોનો સમય…

2001માં થયા હતા લગ્ન
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમદાવાદના ગોમતીપુરમાં રહેતા પ્રોફેસર દંપતીના લગ્ન વર્ષ 2001માં મસીહુઝ્ઝમા અંસારી સાથે થયા હતા. પતિને પીએચડીની પદવી સુધીનો અભ્યાસ કરવામાં માટે મહિલાએ મદદ પણ કરી હતી અને હાલ તેમના પતિ ઉર્દૂ પર્શિયન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા અને અંતે પતિના ત્રાસથી કંટાળીને મહિલા અલગ રહેવા જતી રહી હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જોકે ત્યારબાદ ફરિયાદી મહિલાના પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હતો અને અંતે બંનેએ 15 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા. જ્યારે પતિના બીજા લગ્નની જાણ થઈ ત્યારે મહિલા પ્રોફેસર તેમના પતિને મળવા ગઈ હતી. આ સમયે પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ પતિએ પહેલી પતિનીને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી દીધા હતા. આથી પ્રોફેસર પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button