આમચી મુંબઈસ્પોર્ટસ

નવી મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને જિતાડવા બદલ જેમાઈમા-સ્મૃતિની મીડિયામાં ભરપૂર પ્રશંસા…

નવી મુંબઈ: ભારતની મહિલા ટીમે અહીં રવિવારે રાત્રે ડી.વાય. પાટીલ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમને સિરીઝની પ્રથમ ટી-20 મૅચમાં 49 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. મુંબઈની બૅટર જેમાઈમા રૉડ્રિગ્સ (73 રન, 35 બૉલ, બે સિક્સર, નવ ફોર) આ રોમાંચક મુકાબલામાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી. તે રનઆઉટ થઈ હતી.

આ પણ વાંચો : મિની ઑક્શનમાં મુંબઈની ઑલરાઉન્ડરને ગુજરાત જાયન્ટ્સે બનાવી દીધી સૌથી મોંઘી ખેલાડી

Credit : BCCI

જેમાઈમા અને વાઈસ-કેપ્ટન તથા ઓપનર સ્મૃતિ મંધાના (54 રન, 33 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 44 બૉલમાં 81 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

એક્સ (ટ્વિટર) પર જેમાઈમા અને સ્મૃતિની જોડીની ભરપૂર પ્રશંસા થઈ હતી.

સ્મૃતિએ ઓપનર ઉમા ચેટ્રી સાથે 50 રનની પાર્ટનરશિપ પણ કરી હતી. જેમાઈમાએ વિકેટકીપર રિચા ઘોષ સાથે 24 રનની અને કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે 35 રનની ભાગીદારી પણ કરી હતી.

ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા. ભારતીય મૂળની સ્પિનર કરિશ્મા રામહરાકે બે વિકેટ અને સોમવારે ડબલ્યૂપીએલ માટેના ઓકશનમાં ગુજરાત જાયન્ટ્સે 1.70 કરોડ રૂપિયામાં મેળવેલી કૅરિબિયન ડીએન્ડ્રા ડૉટીને એક વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ જવાબમાં 20 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવી શકી હતી. એમાં ડૉટિનના બાવન રન હાઈએસ્ટ હતા. તેણે એ બાવન રન 28 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવ્યા હતા.

આ પણ વાંચો : Chess Champion D Gukesh પર ફિદા થઈ અનુષ્કા, પિતાનો વીડિયો શેર કરી લખ્યું

ભારત વતી પેસ બોલર ટિટાસ સાધુએ ત્રણ વિકેટ અને દીપ્તિ શર્મા તેમ જ રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button