નેશનલ

ઝાકિર હુસૈન બાદ હવે આ મશહુર ગાયકનું થયું નિધન

હજી સવાર સવારમાં જ આપણે પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના સમાચાર જાણ્યા હતા. તેમના નિધનના સમાચારથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમના નિધનના સમાચારમાંથી હજી કળ પણ વળી નહોતી ત્યાં તો વધુ એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. જાણીતા શાસ્ત્રીય ગાયક અને હાર્મોનિયમ વાદક પંડિત સંજય રામ મરાઠેનું નિધન થયું છે. 68 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કરી દીધું છે.

શાસ્ત્રીય ગાયક અને હાર્મોનિયમ વાદક પંડિત સંજય રામ મરાઠે મહારાષ્ટ્રના થાણે શહેરની હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. પરિવારજનોએ એવી માહિતી આપી હતી કે તેમને હાર્ટ એટેક આવતા તેમને થાણે ખાતેની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેઓ સંગીત ભૂષણ પંડિત રામ મરાઠેના મોટા પુત્ર હતા. પંડિત સંજય મરાઠે તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પૌત્રી છે.

આ પણ વાંચો: PM Modi, રાષ્ટ્રપતિએ ઝાકિર હુસૈનને આપી શ્રદ્ધાંજલિઃ મોદીએ લખ્યું સાંસ્કૃતિક એકતાના પ્રતીક હતા…

પંડિત સંજય રામ મરાઠેનું રવિવારે રાતે જ નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ ભારતીય શાસ્ત્રીય સંગીત અને રંગભૂમિનો વિશાળ વારસો છોડી ગયા છે. પોતાના હાર્મોનિયમ અને મધુર અવાજથી તેમણે દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી હતી. તેમને દેશ-વિદેશમાં અનેક મોટા સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

પંડિત સંજય રામ મરાઠેના પિતાની 2024માં જન્મશતાબ્દી હતી. તેઓ આ નિમિત્તે આયોજિત કેટલાક કાર્યક્રમોમાં તેમના નાના ભાઇ મુકુંદ મરાઠે સાથે જોવા મળ્યા હતા. પિતાની શતાબ્દીની યાદમાં તેમણે પ્રખ્યાત મરાઠી મ્યુઝિકલ ડ્રામા ‘સંગીત મંદરમાલા’ને પુનર્જીવિત કર્યું હતું.

ઝાકિર હુસૈન બાદ પંડિત સંજય રામ મરાઠેના નિધનના સમાચારથી લોકો ચોંકી ગયા છે. એક જ દિવસમાં આમ બે મહારથીઓના નિધનથી ઇન્ડ્સ્ટ્રીના લોકોને મોટી ખોટ પડી છે. ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button