Abhishek Bachchan સાથે ડિવોર્સની વાત વચ્ચે Salman Khan સાથે બાઈક પર નીકળી Aishwarya?
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને લઈને દરરોજ નવી નવી વાતો સામે આવતી હોય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન (Salman Khan)સાથે શોપિંગ કરતી અને બાઈક રાઈડ એન્જોય કરતી જોવા મળી હતી. અહં.. હેડિંગ વાંચીને તમે કોઈ પણ મનના ઘોડા દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ આ હકીકત નથી આ તો જસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો કમાલ છે. ચાલો જોઈએ આખરે શું છે ઈનસાઈડ સ્ટોરી-
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની એઆઈ જનરેટેડ ઈમેજમાં બંને જણ એક સાથે શોપિંગ કરતાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પણ આ ઈમેજમાં બંને જણે ટ્વિનિંગ કરીને બ્લેક ટી-શર્ટ અને બ્લ્યુ ડેનિમની જિન્સ પણ પહેરી છે. આટલું ઓછું હોય તેમ ઐશ્વર્યા સ્કુટર પર સલમાન ખાન સાથે બેસીને રાઈડ એન્જોય પણ કરતી જોવા મળી હતી.
એઆઈ જનરેટેડ બીજી એક ઈમેજમાં ઐશ્વર્યા અને રાય અને સલમાન ખાન બંને જણ મુંબઈની ઓળખ સમાન ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આઈસ્ક્રીમની મજા માણતા જોવા મળી રહ્યા છે. ઐશ્વર્યા અને સલમાન આ રીતે સાથે જોઈને ફેન્સ પણ તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે તેમના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પેરેલલ દુનિયાના સલમાન અને ઐશ્વર્યા.
ઐશ્વર્યા અને સલમાન ખાન મુંબઈની ઓળખ સમાન વડા પાંવના સ્વાદનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા હતા. વડા પાંવ એ મુંબઈની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ટૂંકમાં એઆઈ જનરેટેડ ફોટોમાં ઐશ્વર્યા અને સલમાન બંને જણ મુંબઈ દર્શન કરતાં જોવા મળ્યા હતા. તેમના આ ફોટો પર ફેન્સ ખૂબ જ લાઈક્સ્ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મુંબઈ આવો અને અહીંયાના બીચ પર સાંજ ના વિતાવો તો કેમ ચાલે? બસ, સલમાન અને ઐશ્વર્યા પણ આ એઆઈ દ્વારા બનાવવામાં આવેલા ફોટોમાં સાંજે સૂર્યાસ્ત સમયે બીચ પર મજા માણતા જોવા મળ્યા હતા.