નેશનલ

PM Modi, રાષ્ટ્રપતિએ ઝાકિર હુસૈનને આપી શ્રદ્ધાંજલિઃ મોદીએ લખ્યું સાંસ્કૃતિક એકતાના પ્રતીક હતા…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીઢ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં અવસાન થયું છે. પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતના એક સાચી પ્રતિભા, ક્રાંતિકારી તરીકે યાદ કરવામાં આવશે. તેઓ તબલાને વૈશ્વિક મંચ પર લાવ્યા અને લાખો લોકોને તેમના અજોડ તાલથી મંત્રમુગ્ધ કરી દીધા. તેમના કૌશલ્ય દ્વારા, તેમણે સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બનીને વૈશ્વિક સંગીત સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓને એકીકૃત રીતે સાંકળી લીધી. ઝાકિર હુસૈનનું આઇકોનિક પર્ફોર્મન્સ અને ભાવપૂર્ણ કમ્પોઝિશન સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પ્રેરણાદાયી પેઢીઓમાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું તે તબલાના જાદુગર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન સંગીત જગત માટે એક મોટી ખોટ છે. તેઓ તેમની અસાધારણ સર્જનાત્મક્તા માટે જાણીતા હતા. તેમણે વિશ્વભરની સંગીત પ્રેમી પેઢીઓને મોહિત કરી છે. તેઓ ભારત અને પશ્ચિમ જગતની સંગીતની પરંપરા વચ્ચેનો સેતુ હતા. મને તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યું હતું. હું તેમના પરિવારજનો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઉંડી સંવેદના વ્યક્ત કરું છું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમે એક વારસો ગુમાવ્યો છે જેણે સરહદો અને પેઢીઓને તેમના તબલાના સૂર સાથે જોડ્યા હતા. અમારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને વિશ્વભરના ચાહકો સાથે છે.

આ પણ વાંચો: તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું

પોતાની શાનદાર કરિયરમાં ઉસ્તાદ ઝાકિર હુસૈનને દેશવિદેશમાંથી અનેક પુરસ્કાર મળ્યા હતા, જેમાં ગ્રેમી એવોર્ડ્ઝનો પણ સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button