બોલીવૂડ-2024ઃ કોરોનાકાળ બાદ કઈ ફિલ્મ સૌથી વધારે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી
હાલમાં થિયેટરોમાં પુષ્પા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. પુષ્પા-2ની બૉક્સ ઓફિસની કમાણી એક પછી એક રેકોર્ડ તોડી રહી છે, પરંતુ કમાણી અને ફૂટફોલ એટલે કે દર્શકોની થિયેટરમાં ફિલ્મ જોવા વચ્ચે તફાવત હોય છે. આ તફાવતમાં પુષ્પા-2ને પછાડી અન્ય એક પેન ઈન્ડિયા ફિલ્મ આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મને પાંચ કરોડ લોકોએ થિયેટરમાં જઈને જોઈ છે.
જોકે પુષ્પા હાલમાં ત્રીજા સ્થાને છે, પરંતુ 2 અઠવાડિયામાં જ 4 કરોડ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી છે, આથી 5 કરોડનો રેકોર્ડ પણ તોડી નાખે તો કહેવાય નહીં. તો ચાલો જાણીએ ફૂટફોલની દૃષ્ટિએ સૌથી વધારે સફળ ફિલ્મ કઈ છે.
આ પણ વાંચો: વાત રહસ્યથી રગદોળાયેલી ત્રણ ફિલ્મની…
કોરોનાકાળ બાદ થિયેટરો શરૂ થયા અને ત્યારબાદ 8 ફિલ્મ છે જેણે ધૂમ કમાણી કરી છે અને સુપરહીટ ફિલ્મોની યાદીમાં પણ આવે છે. આ ફિલ્મોમાં સૌથી ઓછા 3.30 કરોડ દર્શકો મળ્યા છે વિવાદોમાં સપડાયલી રણબીર કપૂરની એનિમલને.
એનિમલ ભલે હીટ ફિલ્મોમાંની એક માનવામાં આવતી હોય, પરંતુ થિયટરોમાં દર્શકો લાવવામાં પાછળ છે. એનિમલ કરતા આગળ સન્ની દેઓલની ગદર-2 નીકળી ગઈ છે. આ સિક્વલ ફિલ્મને 3.40 કરોડ દર્શકોએ જોઈ હતી. શાહરૂખની પઠાણે 3.50 કરોડ દર્શકોને થિયેટર સુધી પહોંચાડ્યા હતા.
આટલા જ દર્શકો પ્રભાસ, દિપીકા અને અમિતાભ બચ્ચનની કલ્કિને મળ્યા હતા. એસઆરકેની જવાન કલ્કિ કરતા થોડી આગળ નીકળી ગઈ હતી અને 3.70 કરોડ આસપાસ દર્શકો મેળવી શકી હતી. ત્રીજા સ્થાને અલ્લુ અર્જુનની પુષ્પા-2 છે. આ ફિલ્મે બે અઠવાડિયામાં 4 કરોડ દર્શકોને થિયેટર સુધી આવવા મજબૂર કર્યા છે. 2024ની સૌથી વધારે ફૂટફોલ મેળવનારી ફિલ્મ તો પુષ્પા-2 બની ગઈ છે.
આ પણ વાંચો: ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણીનો આરોપ લગાવતી હાઇ કોર્ટે PIL ફગાવી
સાઉથની સુપરહીટ આરઆરઆર આ બધાને પછાડી બીજા નંબર પર પહોંચી હતી. આ ફિલ્મ દર્શકોની સંખ્યામાં ઘણી આગળ 4.40 કરોડ સુધી પહોંચી હતી, પરંતુ રામ ચરણ અને જૂનિયર એનટીઆરની આ ફિલ્મને પાછળ મૂકી 5 કરોડનો આંકડો પાર કર્યો હતો યશની કેજીએફ ચેપ્ટર-2 કોરોના બાદ સૌથી આગળ નીકળી ગયેલી ફિલ્મ છે. 2024માં આ ફિલ્મને માત્ર પુષ્પા-2 ટક્કર આપીશકે તેમ છે. પુષ્પા હજુ લાંબો સમય થિયટરોમાં રહેશે તો આ રેકોર્ડ પણ તોડી નાખશે.