ગળું પકડ્યું, બહાર ફેંકવાનો પ્રયત્ન કર્યો… મુંબઇ લોકલના ઝગડાનો વિડીયો વાઇરલ
મુંબઇ: મુંબઇની લાઇફ લાઇન કહેવાતી મુંબઇ લોકલ કાયમ ભીડથી ભરેલી હોય છે. ઓવર ક્રાઉડેડ મુંબઇ લોકલ ટ્રેનમાં ધક્કા-મુક્કી અને ઝગડા રોજ થતાં હોય છે. ઘણી વખતે આવા ઝગડા એટલા સમય પૂરતા જ હોય છે. જોકે હાલમાં લોકલ ટ્રેનમાં થયેલ ઝગડાનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ફૂલ સ્પીડમાં દોડી રહેલ લોકલ ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે જોરદાર ઝગડો થઇ રહ્યો છે જેમાંથી એક મુસાફર બીજાનું ગળું પકડી તેને ટ્રેનની બહાર ધક્કો મારતો જોવા મળી રહ્યો છે.
મુંબઇ મેટર્સ નામના એક ટ્વીટર હેન્ડલ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં બે મુસાફરો લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભા છે. તેમની વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થાય છે અને તે મોટા ઝગડામાં ફેરવાય છે. જેમાં એક જણ બીજાનું ગળું પકડી તેને બહાર ધકેલવાનો પ્રયાસ કરે છે. જ્યારે બીજી વ્યક્તી ગ્રીલને પકડીને જેમ તેમ કરીને પોતાને બચાવે છે. દરમીયાન અન્ય મુસાફરો આ ઝગડો જોઇ બૂમાબૂમ કરે છે અને ત્યાર બાદ આ બંને મુસાફરો વચ્ચે ફરી એકવાર ઝગડો થતો દેખાઇ રહ્યો છે.
આ વિડીયો જોઇને સાફ દેખાઇ રહ્યું છે કે આ ઘટના દરમીયાન જો છોડી પણ ગરબડ થઇ હોત તો કોઇનું મૃત્યુ થઇ શક્યું હોત. આ વિડીયો ક્યારનો છે તે સમજાયું નથી. જોકે આ વિડીયો જોઇને લોકો ભારે ગુસ્સે થઇ રહ્યાં છે. કેટલાકં લોકો આ હવે રોજનું થઇ ગયું છે એમ કહી રહ્યાં છે. જ્યારે નાની નાની વાતે એર બીજાનો જીવ લેશો કે શું એવા પ્રશ્નો પણ લોકો પૂછી રહ્યાં છે.