નેશનલ

Supreme Court એ યુવાનોને આપી આ સલાહ, કહ્યું નશાનો મતલબ ..

નવી દિલ્હી : દેશમાં ગેરકાયદે વધી રહેલો નશાનો કારોબાર અને યુવા વર્ગમાં તેના તરફના આકર્ષણ વચ્ચે સુપ્રીમ કોર્ટે(Supreme Court)યુવાનોને સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નશાનો મતલબ “કુલ” થવું એવો નથી. દરેક વ્યક્તિએ તેનાથી બચવું જોઈએ. કોર્ટે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે હાલના દિવસોમાં ડ્રગ્સ લેવું અથવા તેની લતનો શિકાર બનવું એ કૂલ હોવા સાથે જોડાવામાં આવે છે.

ડ્રગ્સ સ્મગલિંગ કેસની સુનાવણી દરમિયાન સલાહ

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહે ડ્રગ્સ સ્મગલિંગ કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી. જ્યારે આ કેસમાં ઉપરોક્ત બાબતો કહેવામાં આવી હતી તેની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં અંકુશ વિપિન કપૂર પર ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક ચલાવવાનો આરોપ છે. આ ઉપરાંત તેણે દરિયાઈ માર્ગે મોટા પાયે પાકિસ્તાનથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરી હતી.

ભારતમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે તે ચિંતાનો વિષય

ચુકાદો સંભળાવતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે ડ્રગ્સના વ્યસનથી યુવાનો પર સામાજિક-આર્થિક અને મનોવૈજ્ઞાનિક રીતે વિપરીત અસર પડે છે. તેમણે કહ્યું કે આ તે વસ્તુ છે જે દેશના યુવાનોના ભવિષ્યને નષ્ટ કરે છે. કોર્ટે કહ્યું કે મા-બાપ, સમાજ અને સરકારી એજન્સીઓએ યુવાનોને નશાની લતથી બચાવવા માટે પ્રયાસો કરવા પડશે. આપણે કેટલીક માર્ગદર્શિકા પણ નક્કી કરવી જોઈએ કે જેના અનુસાર પગલાં લેવા જોઈએ અને યુવાનોને આનાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે સમગ્ર ભારતમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. તેની અસર દરેક સમાજ, વય અને ધર્મના લોકોમાં જોવા મળે છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી દૂર રહેવાની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને કેમ આપી સલાહ?

ડ્રગ્સની દાણચોરીમાંથી મળતું નાણું દેશવિરોધી પ્રવુતિમાં વપરાય છે

કોર્ટે કહ્યું કે ડ્રગ્સની દાણચોરીમાંથી મળતું નાણું દેશના દુશ્મનો દ્વારા હિંસા અને આતંકવાદ ફેલાવવા માટે પણ વપરાય છે. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે આજની યુવા પેઢી વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ કંપની, અભ્યાસના તણાવ અથવા વાતાવરણના કારણે આવું કરે છે. કોર્ટે કહ્યું કે જે લોકો આવું કરે છે તે ઘણીવાર ભાગી જાય છે અને આ ચિંતાનો વિષય છે.

બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રાખવાની માતા-પિતાની જવાબદારી

બેન્ચે કહ્યું કે બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રાખવાની જવાબદારી પણ માતા-પિતાની છે. તેમને ભાવનાત્મક વાતાવરણ પૂરૂ પાડો . જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે જો બાળકો પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહે છે અને તે વાતાવરણથી પ્રભાવિત થાય છે. તો તેઓ ડ્રગ્સની લતનો ભોગ બને તેવી શક્યતા ઓછી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button