ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર ઈસા ગુહાએ જાનવર માટે વપરાતો શબ્દ બુમરાહ માટે વાપર્યો અને પછી…
બ્રિસબેન: ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર અને બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં છ વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડનાર જસપ્રીત બુમરાહની ભારતીય મૂળની ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઈસા ગુહાએ રવિવારે કૉમેન્ટરી દરમિયાન સામાન્ય રીતે જાનવર માટે વપરાતા શબ્દ સાથે સરખામણી કરીને વિવાદ સરજ્યો હતો. સોશિયલ મીડિયા પર ઈસાને ખૂબ વખોડવામાં આવી હતી જેને પગલે ઈસાએ માફી માગવી પડી હતી.
કોમેન્ટરી બૉક્સમાંથી બુમરાહનો જબરદસ્ત બોલિંગ પર્ફોર્મન્સ જોઈને ઈસા બોલી હતી કે, ‘બુમરાહ ખરેખર એમવીપી છે, ખરુંને? તે મોસ્ટ વેલ્યૂએબલ પ્રાઈમેટ છે.’
#IsaGuha, on Sunday, came under fire after she made a racially sensitive statement on #JaspritBumrah. today: five overs, 2-4. So, that’s the tone, and that’s what you want from the ex-skipper,” Lee said. To which Guha added: “Well, he’s the MVP, isn’t he? Most valuable primate. pic.twitter.com/vQv1rKGSFP
— APNU GUJARAT NEW ZEALAND (@APNU_GUJARAT_NZ) December 15, 2024
ખરું કહીએ તો એમવીપીનું ફુલ ફોર્મ એટલે મોસ્ટ વેલ્યૂએબલ પર્સન. જોકે ઈસાએ બુમરાહને મોસ્ટ વેલ્યૂએબલ પ્રાઇમેટ તરીકે ઓળખાવ્યો હતો.
જીવશાસ્ત્રમાં મોટા ભાગે પ્રાઇમેટ એટલે જાનવર અર્થાત પ્રાણી. પ્રાઇમેટનો વિગતવાર અર્થ કંઈક આવો થાય છે: જાનવરોનો સમૂહ જેમ કે લીમર્સ, લૉરિસ, ટાર્સીયર્સ, વાંદરો, એપ અને મનુષ્ય.
જોકે મનુષ્ય પણ એક પ્રાણી જ કહેવાય, પરંતુ ઈસા ગુહાએ એક જાણીતી સ્પોર્ટ્સ ચેનલ પર કૉમેન્ટરી દરમ્યાન બુમરાહને અદભુત ખેલાડી તરીકે ઓળખાવવાના અતિ ઉત્સાહમાં અદભુત પ્રાણી તરીકે ઓળખાવ્યો એટલે સોશિયલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓ તેના પર તૂટી પડ્યા હતા. 2008માં સિડનીમાં હરભજન સિંહે ઓસ્ટ્રેલિયન પ્લેયર એન્ડ્રયુ સાયમન્ડ્સ માટે કથિત જાતિવાદી શબ્દોનો પ્રયોગ કર્યો એને પગલે ઊહાપોહ મચી ગયો હતો. ‘મંકીગેટ’ તરીકે ઓળખાતા એ બનાવને ધ્યાનમાં લઈને બુમરાહના ચાહકોએ ઈસા ગુહા પર ટીકાનો વરસાદ વરસાવ્યો એટલે ઈસાએ માફી માગી લેવી પડી હતી.
ઈસાએ કૉમેન્ટરી બૉક્સમાં રવિ શાસ્ત્રી અને ઍડમ ગિલક્રિસ્ટની હાજરીમાં કહ્યું હતું કે ‘તમે બધાએ મારી કૉમેન્ટરીની પૂરી વિગત સાંભળી હશે તો જણાશે કે મેં ભારતના ગ્રેટેસ્ટ ખેલાડીઓમાં ગણાતા બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા. હું સમાનતાની આગ્રહી છું. હું બુમરાહની સિદ્ધિઓ બદલ તેના વખાણ કરવામાં મગ્ન હતી, પરંતુ મેં એ માટે ખોટો શબ્દ વાપર્યો એ બદલ માફી માગું છું. હું પોતે મૂળ દક્ષિણ એશિયાની છું એટલે લોકો સમજશે કે બુમરાહનો માનભંગ કરવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો.’
A very genuine apology from Isa Guha. pic.twitter.com/W97FCCEP93
— Dan News (@dannews) December 15, 2024
સાથી કૉમેન્ટટર રવિ શાસ્ત્રીએ ઈસા ગુહાને ટીવી પર લાઈવ કૉમેન્ટરી દરમ્યાન માફી માગવા બદલ ‘બહાદુર મહિલા’ તરીકે ઓળખાવી હતી. શાસ્ત્રીએ કૉમેન્ટરી દરમ્યાન કહ્યું કે, ‘બ્રેવ વુમન. ઈસાએ માફી માગી લીધી એટલે વાત ત્યાં જ ખતમ થઈ ગઈ કહેવાય. આપણે બધા માનવી છીએ. ક્યારેક ભૂલ થઈ પણ જાય. હાથમાં માઈક હોય ત્યારે ઉત્સાહમાં ક્યારેક અજુગતું બોલાઈ જાય. આવું બનતું હોય છે ક્યારેક. લેટ અસ મૂવ ઓન.’
આ પણ વાંચો…ભારતના ધબડકા પછી મેઘરાજા વિફર્યા, જાણો 27 રનમાં કોણ-કોણ આઉટ થઈ ગયું…
ઈસા તારા ગુહા 39 વર્ષની છે. તે પેસ બોલર હતી. 2001થી 2011 દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી 113 આંતરરાષ્ટ્રીય મૅચમાં તેણે કુલ 140થી વધુ વિકેટ લીધી હતી.