Gujarat માં MBBSની 21 હજાર વિદ્યાર્થીનીઓને સરકારે ચૂકવી આટલા કરોડની સહાય
ગાંધીનગર : ગુજરાત સરકારે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)હેઠળ અલગ અલગ વિધાશાખાઓ અભ્યાસ કરતી કન્યાઓ અને યુવતીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2017 થી અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા માટે સરકારે રૂપિયા 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે. તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBS ના અભ્યાક્રમ માટે રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.
Also Read – Gujarat માં વધી શીત લહેરની અસર, હવામાન વિભાગે કરી આ આગાહી
ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ
આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યની ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાંને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાતની “વ્હાઈટ કોટ”મહિલા વોરિયર્સને પ્રોત્સાહન આપતી આ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.