Stock Market: શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડો, સેન્સેકસમાં 152 પોઇન્ટનો કડાકો
મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડા સાથે શરૂ થયું છે. જેમાં બેંકિંગ શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો થયો છે. સેન્સેક્સ 82000ની નીચે સરકી ગયો છે અને 152 પોઈન્ટના ઘટાડા સાથે 81,953 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 24,734 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીની મજબૂત ગતિ જોવા મળી રહી છે અને બંને સેક્ટરના સૂચકાંકો મજબૂત કારોબાર કરી રહ્યા છે.
30 શેરોમાંથી 10 શેરો વધારા સાથે ટ્રેડ
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેરો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 20 શેરો ઘટાડા સાથે છે. વધતા શેરોમાં આઇટીસી 0.50 ટકા, લાર્સન 0.42 ટકા, રિલાયન્સ 0.41 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.28 ટકા, ટાટા સ્ટીલ 0.20 ટકા, એચએલસી ટેક 0.13 ટકા, અદાણી પોર્ટ્સ 0.05 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે જેએસડબલ્યુ સિમેન્ટ 0.76 ટકા, ટેક મહિન્દ્રા 0.70 ટકા, ટાઇટન 0.76 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.57 ટકા, એક્સિસ બેન્ક 0.47 ટકા, ટીસીએસ 0.45 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
રિયલ એસ્ટેટ, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તેજી
રિયલ એસ્ટેટ, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એ ત્રણ જ સેક્ટર છે જેમના શેરમાં તેજી છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડેક્સમાં ઘટાડા છતાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 243 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 118 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
એશિયન બજારમાં મિશ્ર વલણ
ચીન તરફથી આર્થિક ડેટા જાહેર થયા પહેલા સોમવારે એશિયન બજારોમાં મોટાભાગે વધારા સાથે વેપાર થયો હતો. જાપાનનો નિક્કી 225 0.16 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.21 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.83 ટકા અને કોસ્ડેક 1 ટકાથી વધુ વધ્યો હતો.
આ પણ વાંચો…આજનું રાશિફળ (16-12-24): આ પાંચ રાશિઓને થશે લાભ જ લાભ
યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું
શુક્રવારે યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 86.06 પોઈન્ટ્સ અથવા 0.20 ટકા ઘટીને 43,828.06 પર છે. જ્યારે S&P 500 0.16 પોઈન્ટ વધીને 6,051.09 ના સ્તર પર બંધ થયો. તેનાથી વિપરીત Nasdaq કોમ્પોઝીટ 23.88 પોઈન્ટ વધીને 19,926.72 પર બંધ થયો હતો.