જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે. ઝાકિર હુસૈનને હૃદયની બીમારી હતી.
અનેક ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા ઝાકિર હુસૈન એક અભિનેતા પણ હતા. તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ તેમણે 12 ફિલ્મોમાં કામ કર્યું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને 1983માં બ્રિટિશ ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’માં શશિ કપૂર સાથે કામ કર્યું હતું. આ તેની અભિનયની ડેબ્યૂ ફિલ્મ હતી. આ સિવાય તેઓ 1998માં આવેલી ફિલ્મ ‘સાઝ’માં જોવા મળ્યા હતા. આમાં શબાના આઝમીએ તેમની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.
9 માર્ચ, 1951ના રોજ જન્મેલા ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી પણ તબલા વાદક હતા. ઝાકિર હુસૈને અભ્યાસ પૂરો કર્યા બાદ સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમને બાળપણથી જ તબલા વગાડવાનો શોખ હતો. તેમને અનેક ગ્રેમી એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
આ પણ વાંચો…Jaipurમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં શ્વાસ રૂંધાતા 10 વિદ્યાર્થીઓ બેભાન, ગેસ લીકેજની શક્યતા
ઝાકિર હુસૈને 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ઝાકિર હુસૈન અમેરિકામાં ઘણા પ્રખ્યાત હતા. 2016 માં, તેમને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેમના અંગત જીવનની વાત કરીએ તો ઉસ્તાદ ઝાકિર હુસૈને એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતા. તેમના પત્ની કથક નૃત્યાંગના અને શિક્ષક તેમજ તેમના મેનેજર છે. તેમને બે દીકરીઓ છે.