ઇન્ટરનેશનલવેપાર

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ, Bitcoin નો ભાવ રેકોર્ડ હાઇ પણ પહોંચ્યો

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પદગ્રહણ પૂર્વે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે. જેમાં વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin Price Today )નો ભાવ 1 લાખ 6 હજાર ડોલરને પાર કરી ગયો છે. ભારતીય ચલણમાં તેની કિંમત 89 લાખ રૂપિયાથી વધુ છે. હાલમાં એક બિટકોઈનનો ભાવ 89,92,568 રૂપિયા છે. આ ઉછાળાનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન છે. જેમાં તેમણે સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકા માટે બિટકોઈન રિઝર્વ બનાવવાની યોજના બનાવી રહ્યા છે જે ઓઈલ રિઝર્વ જેવું હશે.

ક્રિપ્ટોકરન્સીના ભાવમાં પણ વધારો

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બિટકોઈનના ભાવમાં વધારો થયો છે જે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરીયમ પણ લગભગ 3 ટકા વધીને 4,014 પર છે. આ સિવાય અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

ક્રિપ્ટોકરન્સી અનામત બનાવવા અન્ય દેશો પણ ગંભીર

અમેરિકા ઉપરાંત અન્ય દેશો પણ ક્રિપ્ટોકરન્સીના સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. આ અગાઉ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ મહિનાની શરૂઆતમાં વિદેશી ચલણમાં ક્રિપ્ટોકરન્સી અનામત રાખવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાનિક રોકાણોમાં આવા અનામતનો ઉપયોગ કરવો વધુ આકર્ષક છે.

Also Read – NPAમાં ટોચના 100 ડિફોલ્ટર્સનો 40 ટકાથી વધારે હિસ્સો

બિટકોઈનના ભાવમાં સતત વધારો

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની જીત બાદ બિટકોઈનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે બિટકોઈન ટૂંક સમયમાં 110,000 ડોલરને સ્પર્શી જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button