ઇન્ટરનેશનલનેશનલ

Bangladesh ભારત વિરુદ્ધ ચીનની મદદથી રચી રહ્યું છે ષડયંત્ર, ફાઈટર જેટ ખરીદવાની તૈયારી

નવી દિલ્હી: બાંગ્લાદેશની(Bangladesh)વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની મદદ લેવા જઈ રહ્યું છે. જેમાં યુનૂસ સરકાર વાયુસેનાને આધુનિક બનાવવા માટે ચીનની મદદ લેવા જઈ રહ્યું છે. જેમાં બાંગ્લાદેશ ચીન વાયુસેના પાસેથી ચેંગદુ J-10C મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ડીલ પૂર્ણ થઈ જશે તો પાકિસ્તાન પછી બાંગ્લાદેશ બીજો દક્ષિણ એશિયાઈ દેશ હશે જે આ અદ્યતન ફાઈટર એરક્રાફ્ટને પોતાની સેનામાં સામેલ કરશે. બાંગ્લાદેશના એર ચીફ માર્શલ શેખ અબ્દુલ હન્નાને તેમની વાયુસેનાને આધુનિક અને શક્તિશાળી બનાવવા માટે આ પગલું જરૂરી ગણાવ્યું છે.

પ્રથમ તબક્કામાં 16 J-10C એરક્રાફ્ટ ખરીદશે

બાંગ્લાદેશ એરફોર્સ પ્રથમ તબક્કામાં 16 J-10C એરક્રાફ્ટ ખરીદશે. તેની બાદ અન્ય તબક્કામાં વધુ વિમાનોનો સમાવેશ કરવામાં આવશે. એર ચીફ માર્શલ હન્નાને કહ્યું કે એરફોર્સ પાસે હાલમાં જૂના એફ-7 ફાઈટર જેટ છે. જેને બદલવાની સખત જરૂર છે. ચીને ઓગસ્ટમાં આ જેટની ઓફર કરી હતી જેથી વાયુસેનાના આધુનિકીકરણની પ્રક્રિયા ઝડપી બની છે.

એક્ટિવ ઈલેક્ટ્રોનિક સ્કેનિંગ એરે રડારથી સજ્જ

J-10C એ ચોથી પેઢીનું મલ્ટીરોલ ફાઇટર જેટ છે, જેનું પ્રથમ વખત 2017માં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિમાન હલકું અને દુશ્મનો માટે ઓછું સંવેદનશીલ છે. આ સાથે તે એક્ટિવ ઈલેક્ટ્રોનિક સ્કેનિંગ એરે (AESA) રડારથી સજ્જ છે.જે ચોક્કસ લક્ષ્યની ઓળખ કરવા સક્ષમ છે.

જેની રેન્જ 200-300 કિલોમીટર

આ વિમાનમાં ચીન નિર્મિત WS-10C એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને વધુ શક્તિશાળી બનાવે છે. આ જેટ PL-15 મિસાઈલથી સજ્જ છે, જેની રેન્જ 200-300 કિલોમીટર છે. નિષ્ણાતો તેને અમેરિકન એફ-16ની સમકક્ષ માને છે. પરંતુ તેની ડિઝાઇનમાં ઇઝરાયેલના રદ કરાયેલા લાવી પ્રોજેક્ટના કેટલાક ઘટકોનો સમાવેશ થાય છે.

ભારતના રાફેલ એરક્રાફ્ટનો સામનો કરવાનો હેતુ

આ ડીલ બાદ બાંગ્લાદેશ એરફોર્સ આ ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પાકિસ્તાન પહેલાથી જ 25 J-10C ફાઈટર જેટ ખરીદી ચૂક્યું છે, જેનો હેતુ ભારતના રાફેલ એરક્રાફ્ટનો સામનો કરવાનો છે. આ સિવાય ઈજિપ્ત અને અઝરબૈજાન જેવા દેશોએ પણ આ વિમાનમાં રસ દાખવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button