આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેબિનેટ વિસ્તરણઃ ભાજપમાં બાવનકુળે, એનસીપીમાં હસન મુશ્રીફ અને શિંદેસેનામાં ગુલાબરાવ પાટીલ નંબર-ટૂ નેતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કૅબિનેટનું વિસ્તરણ અને પ્રધાનોનો શપથવિધિ વિધાનસભાની ચૂંટણીના કુલ 21 દિવસ બાદ રવિવારે નાગપુરમાં થયો હતો. નાગપુરમાં શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ભાજપ તરફથી પહેલાં શપથ લીધા હતા. એનસીપી તરફથી હસન મુશ્રિફે પ્રથમ વખત શપથ લીધા હતા, જ્યારે શિવસેના શિંદે જૂથ તરફથી ગુલાબરાવ પાટીલે પહેલાં શપથ લીધા હતા. તેથી એવું સ્પષ્ટ થાય છે કે, મહાયુતિની સરકારમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પછી બાવનકુળે ભાજપના મુખ્ય પ્રધાન પછીના બીજા નંબરના નેતા હશે. હસન મુશ્રીફ એનસીપીમાં બીજા સ્થાને સૌથી મહત્ત્વના અને ગુલાબરાવ પાટીલ શિંદે સેનાના નંબર બેના નેતા હશે.

આ વિસ્તરણની સૌથી મોટી બાબત એ હતી કે એનસીપીના છગન ભુજબળ, દિલીપ વળસે-પાટીલ જેવા દિગ્ગજ નેતાઓને પડતા મૂકવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના સુધીર મુનગંટીવાર, વિજયકુમાર ગાવિત, રવીન્દ્ર ચવ્હાણ જેવા મોટા નેતાઓને પડતા મૂકવામાં આવ્યા હતા. શિવસેનાના અબ્દુલ સત્તાર, તાનાજી સાવંતને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નહોતું.

મહારાષ્ટ્રનું પ્રધાન મંડળ
દેવેન્દ્ર ફડણવીસ: મુખ્ય પ્રધાન
એકનાથ શિંદે : નાયબ મુખ્ય પ્રધાન
અજિત પવાર: નાયબ મુખ્ય પ્રધાન
નવા શપથ લેનારા કેબિનેટ સ્તરના પ્રધાનો

  1. ચંદ્રશેખર બાવનકુળે
  2. રાધાકૃષ્ણ વિખે-પાટીલ
  3. હસન મુશ્રીફ
  4. ચંદ્રકાંત પાટીલ
  5. ગિરીશ મહાજન
  6. ગુલાબરાવ પાટીલ
  7. ગણેશ નાઈક
  8. દાદા ભૂસે
  9. સંજય રાઠોડ
  10. ધનંજય મુંડે
  11. મંગલપ્રભાત લોઢા
  12. ઉદય સામંત
  13. જયકુમાર રાવલ
  14. પંકજા મુંડે
  15. અતુલ સાવે
  16. અશોક ઉઇકે
  17. શંભુરાજ દેસાઈ
  18. આશિષ શેલાર
  19. દત્તાત્રય ભરણે
  20. અદિતિ તટકરે
  21. શિવેન્દ્રરાજે ભોસલે
  22. માણિકરાવ કોકાટે
  23. જયકુમાર ગોરે
  24. નરહરિ ઝીરવાલ
  25. સંજય સાવકારે
  26. સંજય શિરસાટ
  27. પ્રતાપ સરનાઈક
  28. ભરત ગોગાવલે
  29. મકરંદ પાટીલ
  30. નિતેશ રાણે
  31. આકાશ ફૂંડકર
  32. બાબાસાહેબ પાટીલ
  33. પ્રકાશ આબિટકર

    રાજ્ય કક્ષાના પ્રધાનો:
    • માધુરી મિસાળ
    • આશિષ જયસ્વાલ
    • પંકજ ભોયર
    • મેઘના બોર્ડીકર
    • ઈન્દ્રનીલ નાઈક
    • યોગેશ કદમ

      ભાજપ પાસે ગૃહ, શિવસેના આરોગ્ય અને એનસીપી પાસે ફાઇનાન્સ રહેશે
      ભાજપ દ્વારા ગૃહ, મહેસૂલ, ઉચ્ચ શિક્ષણ, કાયદો, ઉર્જા, ગ્રામીણ વિકાસ રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિવસેનાને આરોગ્ય, નગર વિકાસ, જાહેર બાંધકામ અને ઉદ્યોગ મંત્રાલયની ઓફર કરવામાં આવી છે. આ સાથે એનસીપીને નાણાં, આયોજન, સહકાર, કૃષિ ખાતાની ઓફર કરવામાં આવી છે. એવી ચર્ચા છે કે ગૃહ અને નાણાં મંત્રાલયો અંગે સર્વસંમતિના અભાવે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થયો છે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગૃહ અને નાણાં મંત્રાલય પર દાવો કરી રહ્યા હતા, ત્યારે ભાજપ ગૃહ મંત્રાલય કોઈને આપવા માગતું ન હતું. નાણાં મંત્રાલય અજિત પવારની એનસીપીને આપવામાં આવ્યું છે. શિંદે સરકારમાં તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહ ખાતું સંભાળતા હતા. તેથી જ એકનાથ શિંદે ગૃહ ખાતું પોતાની પાસે રાખવા માંગતા હતા.

આ પણ વાંચો : પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!

રવિન્દ્ર ચવ્હાણ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને ફડણવીસ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હોવાથી આગામી દિવસોમાં તેમણે મહારાષ્ટ્ર ભાજપનું અધ્યક્ષ પદ છોડવું પડશે. ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણને મહારાષ્ટ્ર ભાજપની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button