બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર કેટલીક ખાસ વાતો અને ક્ષણો શેર કરે છે. ભારતનું ગૌરવ બની ગયેલા ચેસ ખેલાડી ગુકેશ ડોમ્મારાજુ વિશે પોસ્ટ કરી છે. ગુકેશના પિતાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ પોતાના પુત્રને સપોર્ટ કરી રહ્યા છે. અનુષ્કાએ પણ આ વીડિયો શેર કરીને તેના અંગે અનુષ્કાએ પોતાની પ્રતિક્રિયા પણ જણાવી છે.
અનુષ્કા શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડી. ગુકેશના પિતા ડૉ. રજનીકાંતનો વીડિયો સ્ટોરીમાં શેર કર્યો છે, જેમાં તેના પિતા ગુકેશની જર્ની વિશે જણાવે છે. વિશેષ કંઈ નહીં લખતા અનુષ્કાએ લખ્યું છે કે બ્યુટિફુલ વર્ડ્સ બાય ચેમ્પિયન પેરન્ટ.
તેમણે કહ્યું હતું કે શરૂઆતના તબક્કામાં મારા કામકાજ અને ગુકેશની કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવાનું સરળ હતું. જોકે, ઘણી બધી મુશ્કેલીઓ પછી આજે આખી દુનિયામાં ગુકેશ પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે.
આ વીડિયોમાં આગળ ગુકેશના પિતાએ કહ્યું કે અમે પુત્રની કરિયરમાં સાથે રહ્યા હતા, જ્યારે તેને રેટિંગ મળ્યું ત્યારે તે વિદેશ ગયો અને તેની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ગુકેશના પિતા કહે છે કે અમે જે કંઈ કર્યું, આ દુનિયામાં કોઈ પણ માતા-પિતા કરશે. જોકે, અમે લોકોએ કંઈ નવું કર્યું નથી પણ અમને તેના પર ગૌરવ છે.
અનુષ્કા આજકાલ ફિલ્મોથી દૂર છે. તે તેના બે બાળકો વામિકા અને અકાયનું ધ્યાન રાખે છે. છેલ્લે ૨૦૧૮માં તેણે શાહરૂખ અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ઝીરોમાં કામ કર્યું હતું. તે ટૂંક સમયમાં ઝુલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે, આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી.
Taboola Feed