Year Ender 2024 : જાણો … વર્ષ 2024 માં નિપાહ વાયરસ થી લઈને મંકી પોક્સ, આ બીમારીઓએ ફેલાવી દહેશત
નવી દિલ્હી : વર્ષ 2024 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર વિશ્વ નવા વર્ષના સ્વાગત માટે આતુર છે. જયારે વર્ષ 2024ની ગંભીર (Year Ender 2024)ઘટનાઓની વાત કરીએ તો આ વર્ષે વિશ્વને ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો. આ બિમારીઓએ માત્ર લાખો લોકોને જ અસર કરતી નથી. પરંતુ વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા પર પણ દબાણ ઉભું કર્યું છે. આવો જાણીએ જે બીમારીઓએ વર્ષ 2024માં સૌથી વધુ ડર ફેલાવ્યો અને તબાહી મચાવી હતી.
Covid-19 નો XBB પ્રકારનો કહેર
2024માં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો. આ વર્ષે કોરોનાના નવા પ્રકાર XBBએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19 ના XBB પ્રકારે માત્ર રસીની અસરકારકતામાં ઘટાડો કર્યો નથી પરંતુ ઘણા લોકોના જીવ પણ ગુમાવ્યા છે. કોરોનાનો આ પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો હતો અને બાળકો અને વૃદ્ધોને વધુ અસર કરી રહ્યો હતો.
મંકીપોક્સના કેસોમાં વધારો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, 12 જૂન, 2024 સુધીમાં, વિશ્વભરમાં મંકીપોક્સના 97,281 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મંકીપોક્સના કારણે દુનિયામાં 208 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને મહામારી જાહેર કરી હતી. આફ્રિકાના ઘણા દેશોને અસર કર્યા પછી, આ રોગ યુરોપ અને એશિયામાં ફેલાયો.
આ પણ વાંચો : ફેલાઇ દુનિયાની ખતરનાક બીમારી, Eye Bleeding Virus ને કારણે આંખોમાંથી લોહી નીકળે છે.
ડેન્ગ્યુના કેસથી લોકોમાં દહેશત
2024 માં ડેન્ગ્યુ તાવ એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં મોટી સંખ્યામાં લોકોને ચેપ લાગ્યો હતો. એશિયન દેશોમાં વરસાદને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 30 એપ્રિલ 2024 સુધીમાં 7.6 મિલિયનથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. વર્ષ 2024માં ડેન્ગ્યુના કારણે 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
હતા.
નિપાહ વાયરસ
વર્ષ 2024 માં ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. નિપાહ વાયરસ ચામાચીડિયા અને ભૂંડ દ્વારા ફેલાય છે. કોરોનાની જેમ નિપાહ પણ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. નિપાહ વાયરસના કારણે કેરળમાં ઘણા લોકોના મોત થયા છે.