આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

33 વર્ષ પછી નાગપુરમાં પ્રધાનમંડળનું વિસ્તરણઃ કેબિનેટમાં 25 નવા ચહેરા, 11 પત્તા કપાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 21 દિવસ બાદ રવિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 33 વર્ષ બાદ રાજ્યની ઉપરાજધાનીમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલાં અગાઉ 21 ડિસેમ્બર, 1991ના રોજ કોંગ્રેસના મુખ્યમંત્રી સુધાકરરાવ નાઈકના પ્રધાન મંડળનું નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન, પચીસ વિધાનસભ્યોએ પહેલી વખત પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા.
મહાયુતિના 39 વિધાનસભ્યોએ રવિવારે પ્રધાનપદના શપથ લીધા હતા. જેમાં ભાજપના મહત્તમ 19 , શિવસેનાના 11 અને એનસીપીના 9 પ્રધાનોનો સમાવેશ થાય છે. આ વર્ષે, મહાયુતિમાં ત્રણેય પક્ષોએ અગાઉના કેબિનેટમાંથી કેટલાકને છોડીને 25 નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત કેબિનેટમાં ફક્ત ચાર મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : શું વિપક્ષને વિપક્ષનો નેતા મળી શકશે?

કોણ કોણ પહેલી વખત પ્રધાન બન્યા?

ચંદ્રશેખર બાવનકુળે, ગણેશ નાઈક, જયકુમાર રાવલ, પંકજા મુંડે, અશોક ઉઇકે, આશિષ શેલાર, દત્તાત્રય ભરણે, શિવેન્દ્રરાજે ભોસલે, માણિકરાવ કોકાટે, જયકુમાર ગોરે, નરહરિ ઝીરવાળ, સંજય સાવકારે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક, ભરત ગોગાવલે, મકરંદ પાટીલ, નિતેશ રાણે, આકાશ ફૂંડકર , બાબાસાહેબ પાટીલ , પ્રકાશ આબીટકર , માધુરી મિસાળ, આશિષ જયસ્વાલ, પંકજ ભોયર, મેઘના બોર્ડીકર, ઈન્દ્રનીલ નાઈક.

કોના પત્તા કપાયા?

સુધીર મુનગંટીવાર, વિજયકુમાર ગાવિત, રવીન્દ્ર ચવ્હાણ, સુરેશ ખાડે, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, છગન ભુજબળ, દિલીપ વળસે-પાટીલ, અનિલ પાટીલ, સંજય બંસોડે.

પ્રધાનોનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે

એનસીપીના અજિત પવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા કહ્યું હતું કે શપથ લેનારા પ્રધાનોનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે. આ નિર્ણય પર મહાયુતિના તમામ સભ્યો સહમત છે. કેબિનેટ વિસ્તરણ પહેલા અજિત પવારની હાજરીમાં નાગપુરમાં એનસીપીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અજિત પવારે પ્રધાનપદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એનસીપી અધ્યક્ષ અજિત પવારે કહ્યું કે જે પ્રધાનો શપથ લેશે તેનો કાર્યકાળ અઢી વર્ષનો હશે. પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પહેલા મહાયુતિના તમામ સભ્યો આ અંગે સહમત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button