ટોપ ન્યૂઝનેશનલ

PM Surya Ghar Muft Bijli યોજનાનો લાભ લેવામાં ગુજરાત મોખરે, મહારાષ્ટ્ર ક્યા ક્રમે જાણો?

નવી દિલ્હીઃ ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના’ (PM Surya Ghar Muft Bijli Yojana) લૉન્ચ થયાના એક વર્ષની અંદર સોલર ઈન્સ્ટોલેશનનો (Solar Installation) આંકડો એક દાયકામાં થયેલા ઈન્સ્ટોલેશન નજીક પહોંચી ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી જ પ્રધાનમંત્રી સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના અંતર્ગત 6,85,763 ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે, જે પ્રથમ એક દાયકામાં ઈન્સ્ટોલ કરેલા 86 ટકા છે.

પ્રધાનમંત્રી સૂર્ય ફ્રી ઘર વીજળી યોજનામાં સૌથી વધારે માંગ 3-5 કિલોવૉટ સેગમેંટની છે. જે કુલ ઈન્સ્ટોલેશનનો 77 ટકા છે, જ્યારે 14 ટકા માંગ 5 કિલોવોટની છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં સૌથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને પ્રથમ ક્રમે છે, ત્યાર બાદ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કેરળનો ક્રમ છે.

ગુજરાતમાં કેટલા લોકોએ લાભ લીધો?
આ યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ 2,86,545 સૉલર ઈન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તેની સંખ્યા ક્રમશઃ 1,26,344 અને 53,423 છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 1.45 કરોડ રજિસ્ટ્રેશન થયા છે. આ સ્કીમનો ઉદ્દેશ માર્ચ 2027 સુધી એક કરોડથી વધારે ઘરમાં સોલર પાવર પૂરો પાડવાનો છે.

આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2027 સુધી 75,021 કરોડ રૂપિયાની ફાળવણી સાથે રહેણાંક વિસ્તારોમાં 1 કરોડ રૂફટૉપ સોલર પાવર સિસ્ટમ લગાવવાના ઉદ્દેશથી લૉન્ચ કરવામાં આવી હતી. જે રાજ્યોમાં ઈન્સ્ટોલેશનની સંખ્યા વધી રહી છે તેમાં ત્રિપુરા, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુર સામેલ છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજનાના વાયરલ સ્ક્રીન શોટની શું છે હકીકત, જાણો

વડા પ્રધાન સૂર્ય ઘર ફ્રી વીજળી યોજનાને લોકપ્રિય બનાવવા માટે શહેરના સ્થાનિક એકમો, પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટૉપ સોલર સિસ્ટમને અપનાવવા જણાવાયું છે. ઉપરાંત આ યોજનાથી લોકોની આવકમાં વધારો, વીજળી બિલમાં ઘટાડો અને રોજગારીનું સર્જન પણ થઈ રહ્યું છે. એક કરોડ પરિવારોને લાભ પહોંચાડવાના લક્ષ્ય સાથે આ કાર્યક્રમથી સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક 75000 કરોડ રૂપિયાની બચત થવાની સંભાવના પણ છે.

કેટલી મળે છે સબ્સિડી?
સરકાર આ યોજનાના લાભાર્થીને 40 ટકા સુધી સબ્સિડી પણ આપે છે. જેનાથી રિન્યુએબલ એનર્જી વધારે સસ્તી અને સુલભ હોઇ શકે છે. સરકાર આરઈસી, ડિસ્કૉમ અને વિક્રેતાઓ સહિત તમામ પક્ષકારો સાથે ભાગીદારી કરી રહી છે. જેનો ઉદ્દેશ સફળતાપૂર્વક અમલીકરણની સાથે પડકારોનું સમાધાન કરવાનો પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button